IND Vs NZ: હાર્દિક પંડ્યાનું ન રમવું ભારત માટે મોટો ઝટકો, પ્લેઈંગ 11માં ફેરફાર કરવા પડશે
World Cup 2023: હાર્દિક પંડ્યાના ઈજાગ્રસ્ત થવાથી ન્યૂઝીલેન્ડ સામે મેચમાં રમી શકશે નહીં. હાર્દિક પંડ્યા બહાર થવાથી ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી ગઈ છે.
ધર્મશાલાઃ ન્યૂઝીલેન્ડ સામે રવિવારે રમાનાર મેચમાં હાર્દિક પંડ્યા ભારતની પ્લેઈંગ ઈલેવનમાં હશે નહીં. હાર્દિક પંડ્યા બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો અને તેને રિકવર થવામાં સમય લાગશે. પરંતુ હાર્દિક પંડ્યાના બહાર થવાથી ટીમ ઈન્ડિયાનું બેલેન્સ બગડી ગયું છે. વિશ્વકપમાં ચાર મેચ જીત્યા બાદ ભારતીય ટીમે અંતિમ-11માં ઓછામાં ઓછા બે ફેરફાર કરવા પડશે. હાર્દિક પંડ્યાના ન રમવા પર મોહમ્મદ શમી અને સૂર્યકુમાર યાદવની વાપસીની સંભાવના વધી ગઈ છે. આર અશ્વિનને પણ ત્રણ મેચ બાદ તક મળી શકે છે.
ન્યૂઝીલેન્ડ સામે રમાનારી મેચને લઈને ટીમ મેનેજમેન્ટે અંતિમ-11 પર હજુ કોઈ સ્થિતિ સ્પષ્ટ કરી નથી. કારણ કે ભારતને હવે ફિનિશરના રૂપમાં એક પ્રોપર બેટર ઉતારવો પડશે તેથી બોલિંગનો વિકલ્પ પણ ઘટી ગયો છે. સૂર્યકુમાર યાદવનું તાજેતરનું ફોર્મ જોતા તેના નંબર 6 પર બેટિંગ કરવાની સંભાવના વધુ છે. શાર્દુલ ઠાકુર હજુ સુધી ફોર્મમાં જોવા મળ્યો નથી અને ટીમ મેનેજમેન્ટ તેને 10 ઓવર બોલિંગ કરવાની જવાબદારી ન આપી શકે, તેથી પ્લેઇંગ ઈલેવનમાં મોહમ્મદ શમીની વાપસી થઈ શકે છે.
અશ્વિનને પણ મળી શકે છે તક
ભારત માટે ન્યૂઝીલેન્ડની મેચ અત્યાર સુધીની સૌથી મહત્વની સાબિત થનારી છે. ન્યૂઝીલેન્ડની ટીમ પણ ચારમાંથી ચાર મેચ જીતી પોઈન્ટ ટેબલમાં નંબર વન છે. જ્યારે ભારતીય ટીમે પણ ચારમાંથી ચાર જીત મેળવી છે. જો ભારત બોલિંગ અને બેટિંગમાં બેલેન્સ બનાવી રાખવા ઈચ્છે છે તો આર અશ્વિન એક વિકલ્પ હોઈ શકે છે. તેવામાં જાડેજાને નંબર છ પર શિફ્ટ કરી શકાય છે. નંબર 7 પર શાર્દુલ બેટિંગ કરશે જ્યારે અશ્વિન નંબર આઠ પર રમશે. અશ્વિન રમવાથી ભારતની બેટિંગ થોડી નબળી લાગશે પરંતુ ટીમ પાસે બોલિંગમાં 6 વિકલ્પ હાજર હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube