નવી દિલ્હી: ટી20 વર્લ્ડ કપ 2021 શરૂ થવામાં હવે ખુબ ઓછો સમય બચ્યો છે. ICC ની આ મેગા ઈવેન્ટની શરૂઆત 17 ઓક્ટોબરથી UAE ની ધરતી પર થઈ રહી છે. ટી20 વર્લ્ડ કપ અગાઉ ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર છે. કારણ કે ટીમનો સૌથી મોટો મેચ વિનર ન તો ફિટ છે કે ન તો ફોર્મમાં છે. ટીમ ઈન્ડિયા માટે આ એક મોટો ઝટકો સાબિત થઈ શકે છે. કારણ કે આ ખેલાડી ટીમ ઈન્ડિયાને એકલા હાથે ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતાડવાનો દમ રાખે છે. આ ખેલાડીની ફિટનેસે ટી20 વર્લ્ડ કપ અગાઉ ટીમ ઈન્ડિયાને પરેશાન કરી નાખી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટી20 વર્લ્ડ કપમાં ભારતને મળશે ઝટકો
ICC ના નિયમ મુજ ભારતીય ટીમ મેનેજમેન્ટ 10 ઓક્ટોબર સુધીમાં વર્લ્ડ કપની ટીમમાં  ફેરફાર કરી શકે છે. કોરોના બાદ UAE માં ફરીથી IPL શરૂ થતા હાર્દિક પંડ્યા મુંબઈ માટે કેટલીક મેચો રમ્યો નહતો. IPL 2021 બાદ યુએઈ લેગમાં હાર્દિક પંડ્યા જરાય પણ બોલિંગ કરતો જોવા મળ્યો નથી. બેટિંગમાં પણ હાર્દિક પંડ્યા વધુ મોટી ઈનિંગ રમી શક્યો નથી. 


ટી20 વર્લ્ડ કપમાં રમવા પર સસ્પેન્સ
હજુ એ નક્કી નથી કે હાર્દિક પંડ્યા IPL 2021 ની બાકી બચેલી મેચોમાં બોલિંગ કરવા માટે ફિટ છે કે નહીં. અત્રે જણાવવાનું કે હાર્દિક પંડ્યા લાંબા સમયથી બોલિંગ કરતો નથી. હાર્દિક પંડ્યા પોતાની પીઠના નીચલા ભાગમાં થયેલી ઈજાથી સાજો તો થઈ ગયો છે પરંતુ હજુ પણ તેણે મેદાન પર પોતાની ફિટનેસ સાબિત કરવાની છે. હાર્દિક પંડ્યાએ ગત એક વર્ષથી ખુબ ઓછી બોલિંગ કરી છે. તેની ખરાબ ફિટનેસ છતાં ભારતીય પસંદગીકારોએ તેની ટી20 વર્લ્ડ કપ ટીમમાં પસંદગી કરી છે. કારણ કે તે એકલા હાથે મેચનું પાસું પલટી નાખવાનો દમ ધરાવે છે. 


Team India નું મોટું ટેન્શન દૂર થયું, રવિન્દ્ર જાડેજા જેવો જ વધુ એક મેચ વિનર ખેલાડી મળી ગયો


મેચ પલટવાનો હુનર
હાર્દિક પંડ્યા પોતાની બેટિંગ અને બોલિંગ બંનેમાં અવ્વલ છે. જ્યારે જ્યારે ટીમ ઈન્ડિયાને ઝડપી રનની જરૂર પડી છે ત્યારે હાર્દિકે સાથ આપ્યો છે. તે મેદાનના દરેક ખૂણે રન બનાવવની ક્ષમતા ધરાવે છે. 


ટી20 વર્લ્ડ કપમાંથી હાર્દિકનું પત્તું સાફ કરશે આ ખેલાડી
હાર્દિક પંડ્યા અનફિટ હોવાના કારણે શાર્દુલ ઠાકુરને ફાયદો થઈ શકે છે. શાર્દુલનું હાલનું  ફોર્મ શાનદાર છે અને તે ટીમ ઈન્ડિયા માટે એક તગડો ઓલરાઉન્ડર બની રહ્યો છે. આમ છતાં શાર્દુલ ઠાકુરને આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2021ની ટીમમાં સ્ટેન્ડબાય પ્લેયર તરીકે રાખવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા ન રમે તો શાર્દુલ  ઠાકુરને તક મળે તે નક્કી છે. શાર્દુલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં 4માંથી 2 મેચ રમી છે. જેમાં 3 ઈનિંગમાં તેણે 39ની બેટિંગ એવરેજ અને 102.63ની સ્ટ્રાઈક રેટથી 117 રન કર્યા છે. જેમાં 2 અડધી સદી સામેલ છે. 


આ સિરીઝમાં શાર્દુલના રનની સંખ્યા અજિંક્ય રહાણે કરતા પણ વધુ છે. રહાણેએ 109 રન કર્યા હતાં. બોલિંગની વાત કરીએ તો શાર્દુલ  ઠાકુરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝની 4 ઈનિંગમાં 22ની સરેરાશથી 7 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની બેસ્ટ બોલિંગ ફિગર  2/22 રહી. શાર્દુલની વિકેટોની સંખ્યા રવિન્દ્ર જાડેજા કરતા પણ વધુ રહી. જાડેજાએ આ સિરીઝમાં કુલ 6 વિકેટ લીધી હતી. 


Team India ના ટીમ ઈન્ડિયાના આ 4 ખેલાડીઓ સાથે ખુબ ખરાબ થયું, આ ગુજ્જુ ખેલાડીનું પણ તૂટી ગયું સપનું


ટી20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે એલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કિપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુનિેશ્વર કુમાર, મોહમ્મદ શમી


સ્ટેન્ડબાય- શ્રેયસ ઐય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર
કોચ- રવિ શાસ્ત્રી
મેન્ટર- એમ એસ ધોની


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube