Gujarat Titans In Playoffs: આઇપીએલ 2022 ની આ સીઝનમાં રોમાંચક મેચો જોવા મળી રહી છે. ત્યારે આઇપીએલ 2022 ની આ સીઝનથી જોડાયેલી બે નવી ટીમ શાનદરા ફોર્મમાં ચાલી રહી છે. જેમાંથી એક ગુજરાત ટાઇટન્સ આઇપીએલમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ગુજરાત ટાઈટન્સે અત્યાર સુધીમાં 9 મેચ રમી છે. જેમાંથી 8 મેચ જીત પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી છે. ગુજરાત ટાઈટન્સના શાનદાર પ્રદર્શન પાછળ આ ત્રણ કારણ ખાસ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લી ક્ષણોમાં મેચ પલટવાની તાકાત ધરાવતા બે શાનદાર ફિનિશર
ગુજરાત ટાઈટન્સ પાસે બે વિસ્ફોટક ફિનિશર છે. જેઓ છેલ્લી ક્ષણે મેચ પલટવાની તાકાત ધરાવે છે. ગુજરાત ટાઈટન્સ પાસે રાહુલ તેવતિયા અને ડેવિડ મિલરના રૂપમાં બે શાનદાર ફિનિશર છે. ડેવિડ મિલરે 9 મેચમાં 275 રન બનાવ્યા છે. ત્યારે રાહુલ તેવટિયાએ 9 મેચમાં 179 રન બનાવ્યા છે, જેમાં આરસીબી સામે વિનિંગ મેચ પણ સામેલ છે. આ બંને નિચલા ક્રમે આવે છે અને જબરદસ્ત અંદાજમાં બેટિંગ કરવામાં માહેર છે.


કાળઝાળ ગરમી વચ્ચે જાણો દેશમાં કેમ વધી રહ્યું છે વીજળી સંકટ? સામે આવ્યું આ મોટું કારણ


સારા સેનાપતિ તરીકે હાર્દિક પંડ્યાએ ટીમને આગળ વધારી
આઇપીએલ ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાની પસંદગી કરી હતી. જો કે, હાર્દિક પંડ્યા પાસે કેપ્ટનશીપનો કોઈ અનુભવ ન હતો તેમ છતાં હાર્દિકને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. હાર્દિક પંડ્યા માટે આ સીઝન મહત્વની સાબિત થઈ છે. આઇપીએલ 2022 માં હાર્દિક પંડ્યાએ શાનદરા કેપ્ટનશીપ કરી છે. હાર્દિક પંડ્યાએ આઇપીએલ 2022 ની 9 મેચમાં 311 રન બનાવ્યા અને ચાર વિકેટ પણ ઝડપી પાડી છે. હાર્દિક બોલિંગમાં શાનદરા રીતે ફેરફાર કરતો જોવા મળ્યો. ઘણી વખત હાર્દિક પંડ્યાએ DRS લેવામાં પણ ચતુરાઈ દેખાડી છે. સારા સેનાપતિ તરીકે હાર્દિક પંડ્યા ટીમને આગળ વધારી લીડ કરી રહ્યો છે. 


રશિયાએ ઓડેસા પર મિસાઈલથી હુમલોનો કર્યો દાવો, અમેરિકી હથિયારો પર સાધ્યું નિશાન


ગુજરાત ટાઈટન્સનું બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન
આઇપીએલ 2022 માં ગુજરાતની ટીમ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ગુજરાત ટાઈટન્સ પાસે મજબૂત બોલરો જોવા મળી રહ્યા છે. તેમની પાસે બોલિંગ લીડ કરવા માટે અને કોઈપણ બેટ્સમેનને ધ્વસ્ત કરવા માટે મોહમ્મદ શમી છે. મિડલ ઓવરમાં બોલિંગ કરતા અલ્ઝારી જોસેફ અને લોકી ફર્ગ્યુસન પણ છે. સ્પિનર્સ માટે હંમેશા ભારતીય પિચ મદદગાર સાબિત થઈ છે. આ પિચો પર તબાહી મચાવવા માટે તેમની પાસે રાશિદ ખાન છે. રાશિદ ખાનના ગુગલી બોલથી બચવું દરેક બેટ્સમેને માટે શક્ય નથી. આ બોલરોના દમ પર ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube