જોહનિસબર્ગઃ શ્રીલંકા વિરુદ્ધ રમાનારી પાંચ મેચોની વનડે સિરીઝ પહેલા ત્રણ મુકાબલા માટે દક્ષિણ આફ્રિકાએ પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પ્રથમ ત્રણ મુકાબલા માટે ફાસ્ટ બોલર લુંગી એનગીડીની ટીમમાં વાપસી થઈ છે. શરૂઆતી મેચો માટે અનુભવી બેટ્સમેન હાશિમ અમલાને ટીમમાં સ્થાન મળ્યું નથી. ક્રિકેટ સાઉથ આફ્રિકાના હાશિમ અમલાને ટીમની બહાર કરવાના નિર્ણયથી દરેક ચોંકી ગયા છે. ટીમમાં વાપસી કરનાર ગુંગી એનગીડીને ગત વર્ષે મોમેન્ટમ વનડે કપમાં ઘુંટણમાં ઈજા થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણ આફ્રિકાએ વધુ એક ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજેને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. તે આફ્રઇકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરશે. નોર્ટજે મંજાસી સુપર લીગમાં 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી બોલિંગ કરી હતી. અમલાને ટીમમાં ન પસંદ કરાતા ક્રિકેટ સાઉથ આફ્રિકાને સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે, અમલાને આરામ આપવામાં આવ્યો છે અને તે હજુ ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. 



રાશિદ ખાનનો ધમાકો, T-20 આંતરરાષ્ટ્રીયમાં ઝડપી 4 બોલમાં 4 વિકેટ


પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી વનડે સિરીઝમાં ટીમમાં રહેલા વિકેટકીપર બેટ્સમેન હેનરિક ક્લાસેન અને ફાસ્ટ બોલર ડેન પૈટરસનને બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે, જ્યારે ઓલરાઉન્ડર ખેલાડી વિયાન મુલ્ડર ટીમમાં યથાવત છે. સિરીઝની પ્રથમ વનડે મેચ ત્રણ માર્ચે જોગનિસબર્ગમાં રમાશે જે વિશ્વકપ પહેલા આફ્રિકાની છેલ્લી સિરીઝ હશે. 



18 વર્ષ પહેલા આજના દિવસે ક્રિકેટ જગતે ગુમાવ્યા હતા 'ડોન'


આફ્રિકાની ટીમ
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રિક્સ, ઇમરાન તાહિર, ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, લુંગી એનગીડી, એનરિચ નોર્ટજે, અંદિલે ફેહલુકવાયો, ડ્વાઇન પ્રીટોરિયસ, કાગિસો રબાડા, તબરેજ શમ્સી, ડેન સ્ટેન અને રસ્સી વૈન ડેર ડ્યૂસેન.