રાશિદ ખાનનો ધમાકો, T-20 આંતરરાષ્ટ્રીયમાં ઝડપી 4 બોલમાં 4 વિકેટ

રાશિદ ખાન ટી20 આંતરરાષ્ટ્રીયમાં ચાર બોલમાં ચાર વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર છે. 
 

રાશિદ ખાનનો ધમાકો, T-20 આંતરરાષ્ટ્રીયમાં ઝડપી 4 બોલમાં 4 વિકેટ

દેહરાદૂનઃ ઓલરાઉન્ડર મોહમ્મદ નબીના શાનદાર 81 રન તથા લેગ સ્પિનર રાશિદ ખાનની હેડ્રિક સહિત 5 વિકેટની મદદથી અફઘાનિસ્તાને આયર્લેન્ડના સૂપડા સાફ કર્યા હતા. દેહરાદૂનમાં અફઘાન ટીમે ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીયમાં આયર્લેન્ડને 32 રનથી પરાજય આપીને 3 મેચોની સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કરી હતી. 

અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળતા સાત વિકેટ પર 210 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. નબીએ 36 બોલની તોફાની ઈનિંગમાં છ ફોર અને સાત સિક્સ ફટકારી હતી. 

આ સિવાય બીજી મેચમાં અણનમ 162 રન બનાવનાર હજરતુલ્લાહ ઝાઝાઇએ 31 રનનું યોગદાન આપ્યું હતું. આયર્લેન્ડ તરફથી વાયડ રૈનકિને 53 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આયર્લેન્ડની ટીમ આઠ વિકેટ પર 178 રન બનાવી શકી હતી. રાશિદે 27 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. 

— ICC (@ICC) February 24, 2019

રાશિદે મેચની 16મી ઓવરના છેલ્લા બોલે આયર્લેન્ડ તરફથી સૌથી વધુ રન બનાવનાર કેવિન ઓ બ્રાયન (47 બોલ પર 74 રન)ને આઉટ કર્યો અને પછી પોતાની આગામી ઓવરમાં ત્રણ બોલ પર ત્રણ વિકેટ ઝડપી હતી. આ રીતે રાશિદે સતત ચાર બોલમાં ચાર વિકેટ પોતાના નામે કરી હતી. આયર્લેન્ડ તરફથી એન્ડી બાલબ્રિનીએ પણ 47 રનનું યોગદાન આપ્યું હતું. 

ટી20 આંતરરાષ્ટ્રીયમાં અત્યાર સુધી 7 વખત હેટ્રિક બની છે, પરંતુ રાશિદ ખાન ચાર બોલમાં ચાર વિકેટ (ટી20 આંતરરાષ્ટ્રીય)માં ઝડપનાર પહેલો બોલર છે. રાસિદ પહેલા બ્રેટ લી, જેકબ ઓરમ, ટીમ સાઉદી, થિસારા પરેરા, લસિથ મલિંહા અને ફહીમ અશરફ ટી20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક ઝડપી ચુક્યા છે. વનડે આંતરરાષ્ટ્રીયમાં ચાર બોલમાં ચાર વિકેટ ઝડપનાવી વાત કરીએ તો મલિંગાએ વનડે વિશ્વકપ દરમિયાન 2007માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ આ કારનામું કર્યું હતું.

બીજીતરફ રાશિદ ખાન ટી20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ સ્પિનર છે. ટી20 આંતરરાષ્ટ્રીયમાં બાકીની છ હેટ્રિક ફાસ્ટ બોલરોએ ઝડપી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news