અમ્પાયરો અને ટેકનિકલ અધિકારીઓની ઓનલાઇન પરીક્ષા લેશે હોકી ઈન્ડિયા
દેશમાં અમ્પાયરિંગ અને અધિકારીઓના સ્તરમાં સુધારાની કવાયત હેઠળ હોકી ઈન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી કે તે 29 માર્ચે ઓનલાઇન પરીક્ષા લેશે.
નવી દિલ્હીઃ દેશમાં અમ્પાયરિંગ અને અધિકારીઓના સ્તરમાં સુધારની કવાયત મુજબ હોકી ઈન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી કે તે 29 માર્ચે ઓનલાઇન પરીક્ષા લેશે. આ ઓનલાઇન પરીક્ષાને અમ્પાયરો અને ટેકનિકલ અધિકારીઓના વ્યવસાયિક વિકાસ કાર્યક્રમના રૂપમાં તૈયાર કરવામાં આવ્યું છે.
તેનાથી અમ્પાયરોના કૌશલ્ય અને જાણકારી આધારિત વિશેષતાને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. તેનાથી તે પણ ખ્યાલ આવવાની આશા છે કે અધિકારીઓને આંતરરાષ્ટ્રીય હોકી મહાસંઘના નિયમોની કેટલી જાણકારી છે. ઓનલાઇન પરીક્ષામાં હોકીના એફઆઈએચના નિયમોની જાણકારી પર ધ્યાન આપવામાં આવશે.
વાંચો સ્પોર્ટનના અન્ય સમાચાર