5000 મીટર રેસમાં ટ્રેક પર પડી ગયો રનર, બીજાએ સહારો આપીને પાર કરાવી ફિનિશ લાઇન
રેસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો દાબોની પ્રશંસા કરી રહ્યાં છે. એક યૂઝરે કહ્યું કે, ખેલ ભાવના માટે દાબોને ગોલ્ડ મેડલ મળવો જોઈએ.
દોહાઃ આઈએએએફ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ગિની-બિસાઉનો રનર બ્રૈમા સુંસર દાબો શુક્રવારે કોઈ મેડલ ન જીતી શક્યો, પરંતુ રેસ દરમિયાન સાથી રનરની મદદ કરીને તેણે લોકોનું દિલ જીતી લીધું હતું. 5000 મીટર રેસ દરમિયાન અરૂબાના રનર જોનાથન બુસ્બી થાકને કારણે ટ્રેક પર પડી ગયો હતો. ત્યારબાદ મેડકલ સ્ટાફે તેને ટ્રેકથી બહાર લઈ જવા વ્હીલચેર પર પણ બેસાડી દીધો હતો. પરંતુ પાછળથી આવી રહેલા દાબોએ બુસ્બીને ઉભો કર્યો અને સહારો આપતા ફિનિશ લાઇન પાર કરાવી હતી.
કોઈ ખેલાડીની મદદ કરવી સામાન્ય વાતઃ દાબો
રેસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો દાબોની પ્રશંસા કરી રહ્યાં છે. એક યૂઝરે કહ્યું કે, ખેલ ભાવના માટે દાબોને ગોલ્ડ મેડલ મળવો જોઈએ.
વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપઃ કેન્યાની રૂથ ચેપન્ગેટિચે જીત્યે મેરેથોનમાં ગોલ્ડ મેડલ
દાબોએ કહ્યું, 'રેસ દરમિયાન હું સમજી ગયો હતો કે હું મારો રેકોર્ડ તોડી શકીશ નહીં. ત્યારે હું ફાઇનલમાં ક્વોલિફાય કરવા માટે નહીં, પરંતુ મારા માટે દોડ્યો. મેં બુસ્બીની મદદ કરી અને આ મારી રેસનો ઇરાદો હતો.'