લંડનઃ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ઇયાન બેલે ડોમેસ્ટિક સીઝનની સમાપ્તિ બાદ સંન્યાસની જાહેરાત કરી દીધી છે. ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ, વનડે અને ટી20 ત્રણેય ફોર્મેટમાં રમનાર ઇયાન બેલે ટ્વીટર પર પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃતી લેવાની જાહેરાત કરી હતી. બેલે વર્ષ 2015મા છેલ્લીવાર ઈંગ્લેન્ડ તરફથી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેલે ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2004મા પર્દાપણ કર્યું હતું અને હવે તે 38 વર્ષનો થઈ ગયો છે. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રમનાર ખેલાડીઓની યાદીમાં બેલ ચોથા સ્થાને છે. 118 ટેસ્ટ રમીને તેણે કુલ 7727 રન બનાવ્યા, જેમાં ભારત વિરુદ્ધ ફટકારવામાં આવેલી બેવદી સદી પણ સામેલ છે. ઓવલમાં ભારત વિરુદ્ધ રમેલી 235 રનની ઈનિંગ તેના ટેસ્ટ કરિયરની સૌથી મોટી ઈનિંગ રહી. 


સરળ નહી હોય ટીવી પર IPL મેચ જોવી, OTT પાર્ટનરે લગાવી આ કંડીશન

બેલ પાંચ વખત એશિઝ જીતનારી ઈંગ્લેન્ડની ટીમનો સભ્ય રહ્યો છે. ઈંગ્લેન્ડ માટે 117 મેચ રમીને સાત હજારથી વધુ રન અને 22 સદી ફટકારી છે. આ સિવાય તેણે 46 અડધી સદી પણ ફટકારી હી. તેણે 161 વનડે મેચમાં પાંચ હજારથી વધુ રન, ચાર સદી અને 35 અડધી સદી ફટકારી હતી. તેણે આઠ ટી20 આંતરરાષ્ટ્રીયમાં 188 રન બનાવ્યા અને એક અડધી સદી ફટકારી હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર