દુબઈઃ બોલ સાથે છેડછાડ પર હવે છ ટેસ્ટ કે 12 વનડે સુધી પ્રતિબંધ લાગી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી)એ આને લેવલ ત્રણનો ગુનો બનાવી દીધો છે અને મેદાન પર સારુ વર્તન નિશ્ચિત કરવા માટે આ યાદીમાં અભદ્રતા અને વ્યક્તિગત વ્યવહારને પણ સામેલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડબ્લિનમાં વાર્ષિક સંમેલનના અંતમાં વૈશ્વિક સંસ્થાએ મેદાન પર ખરાબ વ્યવહાર પર લગામ લગાવવાની પોતાની યોજના રજૂ કરી. આ વર્ષે માર્ચમાં કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રીજી ટેસ્ટ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બ્રેનક્રોફ્ટ બોલની સ્થિતિ બદલવા  માટે દોષી સાબિત થયા હતા, ત્યારબાદ બોલ સાથે છેડછાડને લેવલ બેમાંથી ત્રણનો ગુનો બનાવવામાં આવ્યો. 


આઈસીસી ચેરમેન શશાંક મનોહરે કહ્યું, હું અને મારા સાથી બોર્ડ નિયામક રમતમાં સારા વર્તન માટે ક્રિકેટ સમિતિ અને મુખ્ય કાર્યકારિઓની સમિતિની ભલામણોનું સમર્થન કરવા માટે સર્વસંમત હતા. 


તેમણે કહ્યું, તે મહત્વપૂર્ણ છે કે ખેલાડીઓ સંચાલનોને રોકવા માટે કોઈ મબજૂત નિયમ હોઈ, જેનાથી તે નક્કી થઈ શકે કે, અમારી રમતના આચરણને લઈને યોગ્ય સ્તર હોઈ. માર્ચ દરમિયાન લાગૂ આચારસંહિતા હેઠળ આઈસીસીએ સ્મિથ પર એક ટેસ્ટનો પ્રતિબંધ લગાવ્યો હતો, ત્યાર બાદ આકરી સજાની માંગ ઉઠી હતી. 


ગત મહિને શ્રીલંકાના કેપ્ટન દિનેશ ચાંડીમલને સેન્ટ લૂસિયામાં વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ દરમિયાન બોલ સાથે છેડછાડ માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. તત્કાલિન કેપ્ટન સ્મિથને આઈસીસીએ આકરી સજા ન આપી પરંતુ ઓસ્ટ્રેલિયાએ આખા દેશને શર્મશાર કરનાર આ પ્રકરણ માટે સ્મિથ અને વોર્નર પર એક-એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. જ્યારે બેનક્રોફ્ટને નવ મહિના માટે પ્રતિબંધિત કર્યો હતો. 


આઈસીસી બોર્ડે ખાનગી દુરવ્યવહાર (લેવલ બે,ત્રણ), સંભળાવેલી અભદ્રતા (લેવલ એક) અને અમ્પાયરના આદેશોનું પાલન નહીં કરવા (લેવલ એક)ને પણ ગુનાઓની યાદીમાં સામેલ કરવાની ભલામણ કરી છે. 


આઈસીસીના નિવેદન અનુસાર જો ખેલાડી કે સહાયક સ્ટાફ નિર્ણયની વિરુદ્ધ અપીલ કરવા ઈચ્છે છે તો, તેણે અપીલની ફી એડવાન્સમાં જમા કરાવવાની રહેશે અને અપીલ સફળ થયા પર તેને પરત કરી દેવામાં આવશે. 


સ્ટંપ માઇક્રોફોન સાથે જોડાયેલી સૂચનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેનાથી કોઈપણ સમયે સ્ટંપ માઇક્રોફોનનો ઓડિયોનું પ્રસારણ કરવાની મંજૂરી હશે, બોલ ડેડ હોય તો પણ. હવે સંબંધિત બોર્ડને પણ તેના ખેલાડીઓના વર્તન માટે જવાબદાર બનાવી શકાય છે. 


આઈસીસી સંચાલન હવે ઝિમ્બાબ્વે ક્રિકેટની સાથે મળીને કામ કરશે, જેનાથી તેના ક્રિકેટ સંચાલન અને નાણાકિય વ્યવસ્થાના મેનેજમેન્ટ માટે યોજના તૈયાર કરી શકાય જેની નિયમિત રૂપથી સમીક્ષા થશે. 


આઈસીસી આ સાથે શ્રીલંકાના ખેલ મંત્રીના પ્રતિનિધિને પોતાના બોર્ડ અને પૂર્ણ પરિષદમાં સુપરવાઇઝરના રૂપમાં બેસવાની મંજૂરી આપવા પર પણ રાજી થયું. આઈસીસીએ શ્રીલંકા ક્રિકેટની ચૂંટણી છ મહિનાની અઁદર કરાવવાનું કહ્યું છે તેવું નહીં થાય તો એસએલસીની સદસ્યતા પર વિચાર કરવામાં આવશે.