Champions Trophy 2025 Update: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) પોતપોતાની જિદ પર અડગ છે. હવે તમામ ICCના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. પરંતુ ICCએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને બેઠક રદ કરી દીધી છે. પરંતુ હવે નવી તારીખ આવી છે જ્યારે ટુર્નામેન્ટનું ભવિષ્ય નક્કી થશે. એક તરફ BCCI હાઈબ્રિડ મોડલની જિદ પર અડગ છે, જ્યારે બીજી તરફ પાકિસ્તાને તેના માટે સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. આ મુદ્દે ICCની બેઠક યોજાવાની હતી જે 5 થી 7 ડિસેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈબ્રિડ મોડલ માટે તૈયાર નથી PCB
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ અનુસાર, એક ચર્ચામાં ICCએ PCBને હાઈબ્રિડ મોડલ માટે માનાવ્યું, પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ માટે સ્પષ્ટ મનાઈ કરી દીધી છે. રિપોર્ટ અનુસાર PCB ICC ટૂર્નામેન્ટ માટે તેના અંતિમ સ્ટેન્ડ સાથે ICC સાથે બેઠક કરવા માટે તૈયાર છે. PCBએ હાઈબ્રિડ મોડલ પર એક શરત મૂકી કે ભારતમાં યોજાતી તમામ ટૂર્નામેન્ટ પણ હાઈબ્રિડ મોડલ પર જ હોવી જોઈએ, કારણ કે આ પછી પાકિસ્તાનની ટીમ આઈસીસીની કોઈપણ ઈવેન્ટ માટે ભારતનો પ્રવાસ નહીં કરે.


IND-PAK 'મહાજંગ'નો બન્યો સંયોગ... હારનો હિસાબ ખિતાબથી થશે, વીકએન્ડ બનશે રોમાંચક!


29 નવેમ્બરે યોજાઈ હતી મિટિંગ
ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ફેબ્રુઆરી-માર્ચમાં થવાનું છે, પરંતુ ટૂર્નામેન્ટનું ફાઈનલ શેડ્યૂલ હાલ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ICCએ આ મુદ્દા પર 29 નવેમ્બરે મિટિંગ યોજી હતી, પરંતુ તેમાં કોઈ સહમતિ બની ન હતી. હવે નવી મિટિંગને 5થી 7 ડિસેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી છે. ડ્રાફ્ટ શેડ્યૂલમાં ચેમ્પિયન્સ ટ્રોફી માટે લાહોર, કરાચી અને રાવલપિંડી ત્રણ સ્થળ છે અને જેના માટે પાકિસ્તાનમાં તૈયારીઓ ચાલી રહી છે.


રૂપિયા તૈયાર રાખો... આવી ગયો સૌથી સફળ રિટેલ કંપનીનો IPO, આ તારીખ ખુલશે


જય શાહ બન્યા ICCના નવા અધ્યક્ષ
1 ડિસેમ્બરના રોજ ગ્રેગ બાર્કલેના કાર્યકાળ પૂર્ણ થયા બાદ જય શાહે ICC અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે 5 ડિસેમ્બરે દુબઈમાં ICC હેડક્વાર્ટરની મુલાકાત લીધી અને સ્ટાફ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને મળ્યા. તેમણે કહ્યું કે, 'આ યાત્રાએ ICC બોર્ડમાં મારા સહયોગીઓ સાથે જોડાવા માટે એક અમૂલ્ય તક પૂરી પાડી, જ્યાં અમે આ અદ્ભુત રમતના ભવિષ્યને આકાર આપવા માટે પ્રારંભિક રોડમેપ અને રણનીતિઓ પર ચર્ચા કરી. ક્રિકેટને આગળ લઈ જવા માટે પડદા પાછળ અથાક મહેનત કરતી સમર્પિત ICC ટીમને મળીને પણ મને એટલી જ ખુશી થઈ.