નવી દિલ્હીઃ ICC Test Rankings: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર રિષભ પંતનું નામ ટી20 અને વનડે ટીમમાં સામેલ નહતું. ત્યાં સુધી કે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં તેને ડ્રોપ કરી દેવામાં આવ્યો, પરંતુ જ્યારે તેને તક મળી તો તેણે પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો. ત્રીજા ટેસ્ટની ચોથી ઈનિંગ હોય કે પછી ચોથા ટેસ્ટની છેલ્લી ઈનિંગ, પંતે ભારત માટે કમાલ કરી લીધો, જે તેની પહેલા કોઈ વિકેટકીપર કરી શક્યો નથી. આ વાતનો ફાયદો તેને આઈસીસી ટેસ્ટ રેન્કિંગ (ICC Test Rankings) મા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિષભ પંત (Rishabh Pant) આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન વિકેટકીપર બની ગયો છે. તેણે સાઉથ આફ્રિકાના કેપ્ટન ડિ કોકને પછાડી દીધો છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંત લાંબી છલાંગ લગાવી 13મા સ્થાને પહોંચી ગયો છે. તો ગોલ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકારનાર જો રૂટ 6 સ્થાનના ફાયદા સાથે પાંચમાં ક્રમે પહોંચી ગયો છે. પંત આ મેચ પહેલા 26મા સ્થાને હતો. 


આ પણ વાંચોઃ IPL 2021: સ્ટાર સ્પિનર હરભજન સિંહ સાથે ચેન્નઈએ છેડો ફાડ્યો, કોન્ટ્રાક્ટ સમાપ્ત કર્યો  


ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચ મિસ કરનાર વિરાટ કોહલી બીજા સ્થાનેથી ચોથા સ્થાને ખસકી ગયો છે. ચેતેશ્વર પૂજારાને આ મેચ બાદ એક મેચનો ફાયદો થયો છે અને તે 7મા સ્થાને પહોંચ્યો છે. આ સિવાય અંજ્કિય રહાણેને બે સ્થાનનું નુકસાન થયું છે. બોલિંગમાં જોશ હેઝલવુડ, આર અશ્વિન અને જસપ્રીત બુમરાહને એક-એક સ્થાનનો ફાયદો થયો છે. તો રવિન્દ્ર જાડેજાને એક સ્થાનનું નુકસાન થયું છે. 


ધોનીને પણ પંતે આપી ધોબી પછાડ
રિષભ પંત હાલના સમયમાં વિશ્વનો નંબર વન વિકેટકીપર આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં જ બન્યો નથી પરંતુ તેણે ભારતના તમામ વિકેટકીપરોને ટેસ્ટ રેન્કિંગમાં રેટિંપ પોઈન્ટ્સના હિસાબે પાછળ છોડી દીધા છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં રિષભ પંતના હાલ 691 પોઈન્ટ છે, જ્યારે એમએસ ધોની તેના કરિયરમાં સૌથી વધુ 662 પોઈન્ટ સુધી પહોંચી શક્યો હતો. આ સિવાય ફારૂખ એન્જિનિયરે 619 રેટિંગ પોઈન્ટ હાસિલ કર્યા હતા. પંતે આ બંન્નેને પાછળ છોડી દીધા છે. 


આ પણ વાંચોઃ IndvsAus માં દીકરા ચેતેશ્વર પૂજારાની સફળતા પર પિતા બોલ્યા, પરિવાર માટે ગર્વની વાત છે


સિરાજ અને સુંદરને મળ્યો ફાયદો
બોલરોની યાદીમાં મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) 32 સ્થાનની છલાંબ સાથે 45મા સ્થાને પહોંચી ગયો છે. તેણે ગાબા ટેસ્ટમાં છ વિકેટ ઝડપી હતી. તો પોતાની પ્રથમ ટેસ્ટ રમેલા વોશિંગટન સુંદર (Washington Sundar) અને શાર્દુલ ઠાકુરે પણ બેટિંગ અને બોલિંગમં પોતાના યોગદાનથી રેન્કિંગ હાસિલ કરી છે. સુંદર બેટિંગમાં 82મા અને બોલિંગમાં 97મા સ્થાને છે. તો શાર્દુલ બેટ્સમેનોના રેન્કિંગમાં 113મા અને બોલરોમાં 65મા સ્થાને છે. 


આઈસીસી ટોપ-10 બેટ્સમેન


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube