IPL 2021: સ્ટાર સ્પિનર હરભજન સિંહ સાથે ચેન્નઈએ છેડો ફાડ્યો, કોન્ટ્રાક્ટ સમાપ્ત કર્યો

Harbhajan Singh: હરભજન સિંહ 2018મા ચેન્નઈની ટીમ સાથે જોડાયો હતો. હરભજને ટ્વીટ કરીને જણાવ્યુ કે તેનો અને ચેન્નઈ સુપર કિંગ્સનો કરાર સમાપ્ત થઈ ગયો છે. પરંતુ તેણે પોતાની ભવિષ્યની યોજના વિશે કોઈ વાત કરી નથી. 
 

IPL 2021: સ્ટાર સ્પિનર હરભજન સિંહ સાથે ચેન્નઈએ છેડો ફાડ્યો, કોન્ટ્રાક્ટ સમાપ્ત કર્યો

નવી દિલ્હીઃ સ્ટાર સ્પિનર હરભજન સિંહ (Harbhajan Singh) એ જાહેરાત કરી છે કે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સાથે તેનો કરાર હવે સમાપ્ત થઈ ગયો છે. તેણે સ્પષ્ટ કર્યુ કે, તે આઈપીએલ 2021 (IPL 2021) મા તે ચેન્નઈ સુપર કિંગ્સની સાથે હશે નહીં.

40 વર્ષીય હરભજન સિંહ  (Harbhajan Singh) એ ટ્વિટર પર આ વાતની જાહેરાત કરતા ફેન્સ અને ફ્રેન્ચાઇઝીનો આભાર માન્યો છે. હરભજન ત્રણ સીઝન સુધી ચેન્નઈ સુપર કિંગ્સની સાથે રહ્યો. ભજ્જીએ ટ્વીટ કર્યુ, 'ચેન્નઈની સાથે મારો કરાર સમાપ્ત થઈ રહ્યો છે. આ ટીમ માટે રમવુ એક સારો અનુભવ હતો. ઘણી સારી યાદો અને ઘણા સારા મિત્રો મળ્યા જેને આવનારા વર્ષોમાં સારી રીતે યાદ રાખીશ.... આભાર @ChennaiIPL, મેનેજમેન્ટ સ્ટાફ અને ફેન્સ અને શાનદાર બે વર્ષ.... ઓલ ધ બેસ્ટ.'

— Harbhajan Turbanator (@harbhajan_singh) January 20, 2021

હરભજન 2018મા 2 કરોડ રૂપિયામાં એમએસ ધોનીની આગેવાની વાળી ચેન્નઈ સુપર કિંગ્સનો સભ્ય બન્યો હતો. તેણે 2019મા ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે તે વર્ષે 11 મેચોમાં 16 વિકેટ લીધી હતી. તો 2020ની સીઝનમાં હરભજન અંગત કારણોસર હટી ગયો હતો. 

ચેન્નઈ આઈપીએલની સૌથી સફળ ફ્રેન્ચાઇઝીમાં સામેલ છે. ટીમે અત્યાર સુધી ત્રણ વખત ટાઇટલ જીત્યુ છે. પરંતુ પાછલી સીઝન તેના માટે સારી ન રહી, જ્યારે ટીમ સાતમાં સ્થાને રહી હતી. આ પ્રથમ વખત હતુ જ્યારે ધોનીની ટીમ પ્લેઓફમાં પહોંચી શકી નતી. ચેન્નઈ આ વર્ષે નવા ખેલાડીઓને પોતાની સાથે સામેલ કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news