ભારતના વિકેટકીપર બેટર પંતે 52 ટેસ્ટ મેચની 90 ઈનિંગમાં 101 સિક્સ ફટકારી હતી. આ લિસ્ટમાં હવે ગિલક્રિસ્ટ ચોથા સ્થાને ખસી ગયો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ગિલક્રિસ્ટના નામે ટેસ્ટ ક્રિકેટમાં 100 સિક્સ નોંધાયેલી છે.
Rishabh Pant Injured : ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રિષભ પંત વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. જોકે, તે ઘણીવાર ટેસ્ટ મેચ દરમિયાન અસામાન્ય શોટ રમીને મોટી ભૂલ કરી બેસે છે. કોલંબો ટેસ્ટ દરમિયાન પણ આવું જ કંઈક જોવા મળ્યું.
Rishabh Pant Viral Post: ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતની અડધી રાતની પોસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેણે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને મદદ માટે અપીલ કરી છે.
IPL Trade Deal : IPL 2027 પહેલા મોટી ટ્રેડ ડીલ થઈ છે. રિષભ પંત અને કુલદીપ યાદવની ટીમો બદલાઈ ગઈ છે. લખનૌ સુપર જાયન્ટ્સે 2025ની મેગા ઓક્શનમાં રિષભ પંતને ₹27 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો. ટીમ સાથે તેનો કાર્યકાળ ફક્ત બે સીઝન સુધી ચાલ્યો. હવે પંત ફરી એકવાર IPLમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતો જોવા મળશે.
IPL 2026 એ ઘણા ક્રિકેટરોની કારકીર્દીને ગ્રહણ લગાડ્યું છે. હાલમાં જે ટ્રેડની અફવાઓ ચાલી રહી છે એ સાચી સાબિત થશે તો આગામી IPL 2027ની સીઝન શરૂ થાય તે પહેલાં ફ્રેન્ચાઈઝીઓ વચ્ચે ખેલાડીઓની અદલા-બદલી (Trade) અને વાપસીને લઈને ક્રિકેટ જગતમાં મોટો ગરમાવો આવી શકે છે. ઘણા મોટા સ્ટાર ખેલાડી જેવા કે હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, કુલદીપ યાદવ અને સૂર્ય કુમારની યાદવની ફ્રેન્ચાઈઝી બદલાઈ શકે છે જોકે, આ માત્ર ચર્ચાઓ છે અને આગામી સમય જ બતાવશે કે અદલા બદલીની અફવાઓ કેટલી સાચી ઠરે છે.
IPL 2027 Trade : રિષભ પંત લખનૌ સુપર જાયન્ટ્સ છોડીને દિલ્હી કેપિટલ્સમાં ફરી જોડાઈ શકે છે. આ માટે તેને ₹12 કરોડનું નુકસાન પણ થઈ શકે છે. તેને આગામી IPL સિઝન માટે ₹27 કરોડના બદલે ₹15 કરોડ મળશે. આ સ્વેપ ડીલના ભાગરૂપે કુલદીપ યાદવ દિલ્હી છોડીને લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાઈ શકે છે.
Rishabh Pant: ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટર રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક સિદ્ધિ મેળવી છે. પંતે એક ખાસ ક્લબમાં એન્ટ્રી કરી લીધી છે. તે એમએસ ધોની અને સૈયદ કિરમાણી બાદ વિકેટકીપર-બેટર તરીકે 50 ટેસ્ટ મેચ રમનાર ત્રીજો ભારતીય બની ગયો છે.
Gautam Gambhir on Rishabh Pant: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં ગૌતમ ગંભીરે ટીમ ઈન્ડિયા વિશે ખુલ્લીને વાત કરી, જેમાં ઋષભ પંતના વાઈસ કેપ્ટનશીપથી લઈને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સુધીના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી, સાથે જ ટીમને ચોક્કસ સંદેશા પણ આપ્યા હતા. ગંભીરની ટિપ્પણી હવે ચર્ચાનો વિષય બની ગઈ છે. ચાલો જાણીએ આખરે હેડ કોચ ગૌતમ ગંભીર ઋષભ પંતની કઈ આદતથી નારાજ છે.
Rishabh Pant: લખનૌ સુપર જાયન્ટ્સ માટે IPL 2026ની સીઝન સમાપ્ત થતાની સાથે જ એક મોટા સમાચાર સામે આવી છે. લખનૌના કેપ્ટન અને તેમના 27 કરોડના ખેલાડી ઋષભ પંતે લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ છોડી દીધી છે. ફ્રેન્ચાઇઝીએ આ માહિતી ટ્વિટ દ્વારા શેર કરી છે.
Rishabh Pant : લખનૌએ રિષભ પંતને ₹27 કરોડમાં ખરીદ્યો હતો. તેના નેતૃત્વ હેઠળ LSG સતત બે સીઝનથી પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શક્યું નથી. હવે એવા સંકેતો મળી રહ્યા છે કે પંત પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ શકે છે.
Rishabh Pant Statement : IPL 2026માં રિષભ પંતની આગેવાની હેઠળની લખનૌ સુપર જાયન્ટ્સનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. પ્લેઓફની રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલી LSGને મંગળવારે રાજસ્થાન રોયલ્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો. હાર બાદ પંતે ગુસ્સામાં એક વિચિત્ર નિવેદન આપ્યું હતું.
Rishabh Pant : અફઘાનિસ્તાન સામેની શ્રેણી માટે રિષભ પંતને ટેસ્ટમાં વાઈસ-કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો છે અને આ જવાબદારી કેએલ રાહુલને સોંપવામાં આવી છે. તો IPLમાં ખરાબ ફોર્મને કારણે પંતને વનડે ટીમમાંથી પણ બહાર કરવામાં આવ્યો છે.
રિષભ પંતની આગેવાનીમાં લખનૌ સુપર જાયન્ટ્સે કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ આઈપીએલ 2026ની પ્રથમ સુવર ઓવરમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ કેપ્ટન રિષભ પંત ગુસ્સે થયો હતો.
Sanjiv Goenka : IPL 2026માં લખનૌ સુપર જાયન્ટ્સની પહેલી હાર બાદ માલિક સંજીવ ગોયેન્કાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે કેપ્ટન રિષભ પંત તેમજ સપોર્ટ સ્ટાફ સાથે વાતચીત કરતા જોવા મળે છે.
IPL ભલે હજુ પણ વિશ્વની સૌથી મોટી અને સૌથી રોમાંચક T20 લીગ હોય, પરંતુ હવે પહેલાની જેમ મેદાન પર ટકરાવ કે ગરમાગરમી ઓછી જોવા મળે છે. ત્યારે આજે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચ પહેલા રિષભ પંતે દિગ્વેશ રાઠી અને નીતિશ રાણા વચ્ચે લાંબા સમયથી ચાલતા ઝઘડાનો અંત લાવ્યો હતો અને બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
IPL 2026: IPLની ગત સીઝન લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) માટે ખૂબ જ ખરાબ રહી હતી. તેમાં પણ સૌથી વધુ નિશાના પર ટીમનો કેપ્ટન રિષભ પંત રહ્યો હતો, જેનું બેટ આખી સીઝન શાંત રહ્યું હતું અને તેની કેપ્ટનશીપ પર પણ સવાલો ઉઠ્યા હતા. લખનૌએ તેને 27 કરોડની માતબર રકમ આપીને પોતાની સાથે જોડ્યો હતો.
Player Injured: T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયામાં ટેન્શન વધી ગયું છે. 11 જાન્યુઆરી, રવિવારના રોજ વોશિંગ્ટન સુંદરને અચાનક ઈજા થઈ હતી, જેના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની આગામી બે વનડે મેચમાંથી બહાર થઈ ગયો હતો. ગયા અઠવાડિયામાં, ભારતીય ટીમના ત્રણ સ્ટાર ખેલાડીઓ ઘાયલ થયા છે અને શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.
IND vs NZ : ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. વડોદરા વનડે શરૂ થાય તે પહેલાં વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. હવે વધુ એક સ્ટાર ખેલાડીને ઈજા થઈ છે, જેના કારણે તેને ચાલુ મેચે મેદાન છોડવું પડ્યું હતું.
IND vs NZ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે શ્રેણીની શરૂઆત 11 જાન્યુઆરીથી થવા જઈ રહી છે. જેની પૂર્વ તૈયારી રૂપે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ નેટ્સમાં સખત પરસેવો પાડી રહ્યા છે. આ દરમિયાન ટીમના એક સ્ટાર ખેલાડીને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી, ત્યારબાદ ફિઝિયો તેમને મેદાનની બહાર લઈ ગયા હતા. આ મેચ વિનર ખેલાડીની સ્થિતિ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ આવ્યું નથી.
Team India Playing 11: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI સીરીઝની પહેલી મેચ 11 જાન્યુઆરીએ રમાશે. વડોદરામાં આ મેચમાં ઋષભ પંતને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળે તેવી શક્યતા હાલ દેખાઈ રહી નથી. ત્યારે ચાલો જાણીએ કે પહેલી વનડેમાં ભારતની પ્લેઈંગ કેવી હશે.
IND vs NZ, India ODI squad : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આગામી ODI શ્રેણી માટે આજે ભારતીય ટીમની જાહેરાત થવાની ધારણા છે. BCCI 2026ની પ્રથમ ODI શ્રેણીમાં ભાગ લેનારા 15 ખેલાડીઓના નામ જાહેર કરે તેવી શક્યતા છે.
Indian Cricket Team : ટીમ ઈન્ડિયા 11 જાન્યુઆરીથી ન્યુઝીલેન્ડ સામે વન-ડે શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. ત્યારે રિષભ પંતને ટીમમાં સ્થાન મળશે કે કેમ તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. પંત માટે આ ખેલાડી મુશ્કેલી ઉભી કરી શકે છે.