ICC Test Rankings: રોહિત શર્મા, રિષભ પંત અને અશ્વિનને થયો મોટો ફાયદો, રહાણેને નુકસાન
રોહિત શર્મા ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલા બાદ ટેસ્ટ રેન્કિંગમાં 23મા નંબરે ખસી ગયો હતો. તો બીજી ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ તે 14મા સ્થાને પહોંચી ગયો છે.
નવી દિલ્હીઃ ICC Test Rankings: યજમાન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝ પહેલા બે મુકાબલા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સલ (ICC) એ નવા ટેસ્ટ રેન્કિંગની જાહેરાત કરી છે. તાજા ટેસ્ટ રેન્કિંગમાં ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માને મોટો ફાયદો થયો છે. જ્યારે ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં આર અશ્વિને બાજી મારી છે. બેટ્સમેનોના રેન્કિંગમાં પણ અશ્વિને મોટી છલાંગ લગાવી છે.
રોહિત શર્મા ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલા બાદ ટેસ્ટ રેન્કિંગમાં 23મા નંબરે ખસી ગયો હતો. તો બીજી ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ તે 14મા સ્થાને પહોંચી ગયો છે. રોહિત શર્માને 9 સ્થાનનો ફાયદો થયો છે. પ્રથમ ટેસ્ટ બાદ તેને પાંચ સ્થાનનું નુકસાન થયું હતું. તેવામાં તેણે શાનદાર સદી ફટકારી વાપસી કરી છે.
આ પણ વાંચોઃ IND vs ENG: ઈંગ્લેન્ડ સામે અંતિમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ થયું બહાર
તો અશ્વિન આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ઓલરાઉન્ડર તરીકે આ મેચ પહેલા છઠ્ઠા સ્થાન પર હતો પરંતુ ચેન્નઈમાં સદી ફટકારવાની સાથે મેચમાં આઠ વિકેટ ઝડપ્યા બાદ તે પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. બોલરોના રેન્કિંગમાં તે સાતમાં સ્થાને યથાવત છે. આ સિવાય બેટ્સમેન તરીકે અશ્વિન રેન્કિંગમાં 14 સ્થાનના ફાયદા સાથે 81મા સ્થાને પહોંચી ગયો છે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન
રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં કરિયરની બેસ્ટ રેન્કિંગ હાસિલ કરી લીધી છે. ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ અણનમ અડધી સદી ફટકારનાર પંત 13માંથી 11માં સ્થાને પહોંચી ગયો છે. રિષભ પંતની આ ટેસ્ટમાં બેસ્ટ રેન્કિંગ છે. તેની ઉપર ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલી છે. આ મેચ બાદ રહાણેને રેન્કિંગમાં નુકસાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube