IND vs ENG: ઈંગ્લેન્ડ સામે અંતિમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત, જાણો કોણ થયું બહાર
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈંગ્લેન્ડ સામે અંતિમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. મોહમ્મદ શમી અને જાડેજા ઈજાને કારણે ટીમમાં વાપસી કરી શક્યા નથી.
Trending Photos
મુંબઈઃ ઈંગ્લેન્ડ સામે આગામી બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ સામે અમદાવાદમાં રમાનારી ત્રીજી (ડે-નાઇટ ટેસ્ટ) અને ચોથી ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. શાર્દુલ ઠાકુર અને શાહબાઝ નદીમને ટીમમાંથી બાર કરવામાં આવ્યા છે. તો ઉમેશ યાદવ ફિટનેસ ટેસ્ટ પાસ કરીને ટીમ સાથે જોડાઈ શકે છે. તો ઈજાને કારણે રવિન્દ્ર જાડેજાને અંતિમ બે ટેસ્ટ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 24 ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ડે-નાઇટ ટેસ્ટનો પ્રારંભ થવાનો છે. ત્યારબાદ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ પણ આ મેદાન પર રમાવાની છે. ભારતીય ટીમે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે બે મેચમાંથી એકમાં વિજય મેળવવો જરૂરી છે.
India have announced their squad for the last two Tests against England in Ahmedabad:
🔹 Shahbaz Nadeem and Shardul Thakur released
🔹 Umesh Yadav to join after a fitness assessment pic.twitter.com/ZBJbWSfZu7
— ICC (@ICC) February 17, 2021
અંતિમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી, રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજ્કિંય રહાણે, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, રિદ્ધિમાન સાહા, આર અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે