નવી દિલ્હીઃ આગામી 21 ફેબ્રુઆરીથી ઓસ્ટ્રેલિયામાં આઈસીસી મહિલા ટી20 વિશ્વકપ (ICC Women's T20 World Cup)ની શરૂઆત થઈ રહી છે. ભારતીય ટીમ 21 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ પ્રથમ આઈસીસી ટ્રોફી જીતવાના ઈરાદા સાથે ઉતરશે. 2018માં રમાયેલા વિશ્વકપમાં ભારતીય ટીમ સેમિફાઇનલમાં હારીને બહાર થઈ ગઈ હતી. ભારતીય ટીમને યજમાન ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશની સાથે ગ્રુપ એમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય ટીમ 21, 24, 27 અને 29 ફેબ્રુઆરીએ પોતાની ગ્રુપ મેચ રમશે. ટૂર્નામેન્ટની સેમિફાઇનલ મેચ 5 માર્ચ અને ફાઇનલ મેચ 8 માર્ચે રમાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વકપમાં કુલ 10 ટીમો રમશે
આ મહિલા ટી20 વિશ્વકપમાં કુલ 10 ટીમો રમવાની છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ફેવરિટની સાથે મેદાનમાં ઉતરશે. 10 ટીમોને 5-5ના ગ્રુપમાં વહેંચવામાં આવી છે. બંન્ને ગ્રુપની ટોપ-2 ટીમ સીધો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે.


વિરાટ કોહલીના ઇન્સ્ટાગ્રામ પર 50 મિલિયન ફોલોઅર્સ, પ્રથમ ભારતીય


ગ્રુપ-એ
ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ભારત, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા


ગ્રુપ-બી
ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, થાઈલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ.


ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો કાર્યક્રમ
21 ફેબ્રુઆરીઃ ભારત vs ઓસ્ટ્રેલિયા (બપોરે 1.30 કલાકે) સિડની


24 ફેબ્રુઆરીઃ ભારત vs બાંગ્લાદેશ (સાંજે 4.30 કલાકે) પર્થ


27 ફેબ્રુઆરીઃ ભારત vs ન્યૂઝીલેન્ડ (સવારે 8.30 કલાકે) મેલબોર્ન


29 ફેબ્રુઆરીઃ ભારત vs શ્રીલંકા (બપોરે 1.30 કલાકે) મેલબોર્ન


5 માર્ચઃ સેમિફાઇનલ 1 (સવારે 8.30 કલાકે) અને સેમિફાઇનલ-2 (બપોરે 1.30 કલાકે) સિડની


8 માર્ચઃ ફાઇનલ (બપોરે 1.30 કલાકે) મેલબોર્ન


વિરાટથી દૂર થઈ અનુષ્કા તો શેર કર્યો ભાવુક મેસેજ, બોલી- ક્યારેય સરળ નથી હોતું


વિશ્વકપ માટે ભારતીય ટીમઃ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્ઝ, હરનીલ દેઓલ, દીપ્તિ શર્મા, વેદા કૃષ્ણામૂર્તિ, રિચા ઘોષ, તાનિયા ભાટિયા, પૂનમ યાદવ, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરૂંધતિ રેડ્ડી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર