World Cup 2019: બેન સ્ટોક્સ બન્યો હીરો, પકડ્યો `અશક્ય` કેચ, જુઓ VIDEO
world cup 2019: ક્રિકેટ ઇતિહાસમાં અદભૂત કહી શકાય એવી એક ઘટના વિશ્વ કપ 2019 ની પ્રથમ મેચમાં જ જોવા મળી, ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ મેચમાં બેન સ્ટોક્સ કરામત કરી ગયો, બેન સ્ટોક્સે જે કેચ પકડ્યો એ કેચ કરવો અન્ય કોઇ ખેલાડી માટે આસાન નથી. આ એક એવો કેચ હતો કે બેન સ્ટોક્સને પણ વિશ્વાસ નહીં હોય કે કેચ હાથમાં કેવી રીતે થઇ ગયો
નવી દિલ્હી: વિશ્વ કપ 2019 (ICC World Cup 2019) માં ચેમ્પિયન બનવા માટે સૌથી પ્રબળ મનાતી ઇંગ્લેન્ડની ટીમે ગુરૂવારે વર્લ્ડ કપ 2019 ની પ્રથમ મેચમાં જ કમાલ કરી. હરિફ સાઉથ આફ્રિકાની ટીમને 104 રનથી હરાવી પ્રચંડ વિજય મેળવ્યો. સાથોસાથ આ મેચમાં બેન સ્ટોક્સ પણ ફિલ્ડીંગમાં કરામત કરી ગયો, બેન સ્ટોક્સનો કેચ આજે ચર્ચાનો વિષય બન્યો છે. બેન સ્ટોક્સે શાનદાર કેચ પકડી મેચને યાદગાર બનાવી દીધી તો ક્રિકેટ એક્સપર્ટ્સ આ કેચને ક્રિકેટ ઇતિહાસનો યાદગાર કેચ માની રહ્યા છે.
સાઉથ આફ્રિકાને હરાવી ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ જીત પોતાને નામ કરી છે. સાથોસાથ બેન સ્ટોક્સનો શાનદાર કેચ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઇ રહ્યો છે. ક્રિકેટ રસિકો આ કેચ જોઇ દંગ રહી ગયા છે કે આ અત્યાર સુધીનો અદભૂત કેચ છે. દક્ષિણ આફ્રિકાનો બેટ્સમેન આંદિલે ફેહુલકાયો (24) રન સાથે સારૂ રમી રહ્યો હતો. પરંતુ આદિલ રશિદના બોલ પર મિડ વિકેટ પર શોટ ફટકારે છે ત્યારે બેન સ્ટોક્સ ઉંચો કૂદકો લગાવી શાનદાર કેચ પકડે છે. આ કેચ એટલો શાનદાર છે કે કેચ જોનારા દંગ રહી ગયા કે બેન સ્ટોક્સે આ કર્યું કેવી રીતે. ખુદ બેન સ્ટોક્સને પણ વિશ્વાસ નહીં થતો હોય કે છેવટે બોલ કેવી રીતે હાથમાં ચિપકી ગયો અને કેચ થઇ ગયો. તમે પણ જુઓ શાનદાર કેચનો વીડિયો
વિશ્વ કપની પ્રથમ મેચ, જુઓ ફુલ સ્કોર
મોર્ગન-સ્ટોક્સે 100+ રનની ભાગીદારી કરી
મોર્ગને બેન સ્ટોક્સ સાથે મળીને ચોથી વિકેટ માટે 106 બોલ પર 106 રનની ભાગીદારી કરી હતી. જોસ બટલર 18 રન બનાવી આઉટ થયો હતો. તો મોઇન અલીએ માત્ર 3 રન બનાવ્યા હતા. ક્રિસ વોક્સે 14 બોલમાં 13 રનનું યોગદાન આપ્યું હતું. એન્ડિગીએ સ્ટોક્સને સદી બનાવતા રોક્યો હતો. અમલાએ સ્ટોક્સનો કેચ ઝડપ્યો હતો.