ICC World Cup 2023: ભારતમાં ઓક્ટોબર નવેમ્બરમાં થનાર વર્લ્ડ કપ ને લઈને સૌથી મોટી જાણકારી સામે આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર વર્લ્ડ કપ 2023 ટુર્નામેન્ટની પહેલી મેચ 5 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ સિવાય અમદાવાદમાં જ 19 નવેમ્બરે ફાઈનલ મેચ પણ થશે. એક રિપોર્ટ અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મેચ પણ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


IPLને કારણે હાર્યા WTC ફાઈનલ? કોચ દ્રવિડના નિવેદનથી ક્રિકેટ જગતમાં બબાલ!


નોવાક જોકોવિચે રચ્યો ઈતિહાસ, ફ્રેન્ચ ઓપનનું ટાઈટલ જીતી તોડ્યો નડાલનો રેકોર્ડ


WTC ફાઈનલમાં હારની સાથે આ 3 ખેલાડીઓનું કરિયર સંકટમાં, ટીમમાંથી બહાર થવાનો ખતરો


બીસીસીઆઈએ ટુર્નામેન્ટનું શેડ્યુલ આઈસીસી સાથે શેર કર્યું છે. સાથે જ ટુર્નામેન્ટમાં જે દેશો ભાગ લેશે તેમને પણ આ શેડ્યુલ મોકલવામાં આવ્યું છે. આ શેડ્યુલ પર ફીડબેક લીધા પછી આગામી સપ્તાહમાં તેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. હાલના અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. 


શેડ્યુલ અનુસાર હાલ સેમિફાઇનલ મેચ ક્યાં રમાશે તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ટીમ ઇન્ડિયા તેના નવ મેચ નવ વેન્યુ ઉપર રમશે. ટીમ ઇન્ડિયાનો પહેલો મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સાથે ચેન્નઈમાં યોજાઇ શકે છે. ત્યાર પછી 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સાથે ટીમ ઈન્ડિયાની મેચ હશે. ત્યાર પછી 15 ઓક્ટોબરે પાકિસ્તાન સાથે અને 19 ઓક્ટોબરે પુણેમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે.


ટીમ ઈંડિયના અન્ય મેચની વિગતો અનુસાર 22 ઓક્ટોબરે ધર્મશાલામાં ન્યુઝીલેન્ડ સાથે, 29 ઓક્ટોબરે લખનઉમાં ઈંગ્લેંડ સામે, 2 નવેમ્બરે મુંબઈમાં ક્વોલિફાયર ટીમ સામે, સાઉથ આફ્રિકા સામે કલકત્તામાં 5 નવેમ્બરે, બેંગલુરુમાં બીજી ક્વોલિફાયર ટીમ સાથે 11 નવેમ્બરે મેચ રમાશે. 


મહત્વનું છે કે આ વર્લ્ડ કપ ભારતીય ટીમ માટે ખાસ હશે. વર્લ્ડ કપ જીતવા માટે ટીમ ઈન્ડિયા તલપાપડ હશે કારણ કકે 2011 બાદ ભારત વર્લ્ડ કપ જીતી શક્યું નથી. હાલ ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ ચેમ્પિયન છે. આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમો મેદાન પર ઉતરશે. દરેક ટીમ 9-9 મેચ રમશે.