વર્લ્ડ કપઃ ટીમ ઈન્ડિયાએ 6 અલગ-અલગ રીતે કરી સીધા થ્રોની પ્રેક્ટિસ, જુઓ Video
આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019માં ભારતીય ટીમ પોતાના અભિયાનનો પ્રારંભ 5 જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમીને કરશે.
નવી દિલ્હીઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ (World Cup 2019) શરૂ થઈ ગયો છે. ટાઇટલની પ્રબળ દાવેદાર ઈંગ્લેન્ડની ટીમે શાનદાર વિજય મેળવ્યો છે. તો પાકિસ્તાન ટીમ 105 રનમાં ઓલઆઉટ થઈને શરમજનક સ્થિતિમાં મુકાઇ ગઈ છે. હવે ભારતીય ક્રિકેટપ્રેમિઓ ટીમ ઈન્ડિયાના પ્રથમ મેચની રાહ જોઈ રહ્યાં છે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાંચ જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમશે. ભારતીય ખેલાડીઓ આ મેચ પહેલા તૈયારીમાં કોઈ કસર છોડવા માગતા નથી. ભારતીય ટીમ ન માત્ર બેટિંગ કે બોલિંગ પરંતુ ફીલ્ડિંગનું પણ સ્પેશિયલ ટ્રેનિંગ સેસન કરી રહી છે. આ હેઠળ તેણે ગુરૂવારે ફીલ્ડિંગ અને વિકેટ પર થ્રો કરવાની ખાસ ટ્રેનિંગ કરી હતી.
ટીમના ટ્રેનિંગ સત્ર બાદ ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરે જણાવ્યું, 'આજે અમે ફીલ્ડિંગનું સરપ્રદ સત્ર કર્યું. અમે નક્કી કર્યું કે આજે વિકેટ પર સીધો થ્રો કરવાની ટ્રેનિંગ કરીશું. અમારૂ ફોકસ અલગ-અલગ એંગલથી નોનસ્ટ્રાઇકર એન્ડ પર સીધો થ્રો કરવાનું હતું. અમે રાઉન્ડ-ઓક્લોક ટ્રેનિંગ સત્રની શરૂઆત કરી હતી.'
પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાને ખેલાડીઓને કહ્યું- 100% આપજો, ટીમ 105માં ઓલઆઉટ
શ્રીધરે જણાવ્યું, 'આ ટ્રેનિંગ સત્ર બાદ અમે એક ફનગેમ રમી. તેમાં ખેલાડીઓએ સ્ટમ્પને હિટ કરવાની હતી. જે ખેલાડી સ્ટમ્પ હિટ કરે, તે ટ્રેનિંગ સત્રમાંથી બહાર થઈ જાય. જે ખેલાડી હિટ ન કરે તે ફરી વિકેટ પર સીધો થ્રો કરવાનો પ્રયત્ન કરે. અંતમાં માત્ર એક ખેલાડી બચ્યો હતો જે સીધો થ્રો ન કરી શક્યો. આ ફનગેમમાં ખુબ મજા આવી. આ પૂરા સત્રનો લક્ષ્ય હતો કે ખેલાડીઓ ડાયરેક્ટ થ્રો સાથે જોડાઇ અને કેટલાક ટેક્નિકલ ઇનપુટ આપવામાં આવે.'