પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાને ખેલાડીઓને કહ્યું- 100% આપજો, ટીમ 105માં ઓલઆઉટ
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેચ શરૂ થયા પહેલા પોતાની ટીમને સલાહ આપતા એક ટ્વીટ કર્યું હતું પરંતુ તેમની સલાહ પાક ટીમ માટે કામ આવી નથી.
Trending Photos
નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સલાહ પાક ટીમ માટે કામ આવી નથી. ઇમરાન ખાને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેચ શરૂ થતાં પહેલા પોતાની ટીમને સલાહ આપતા એક ટ્વીટ કર્યું હતું. પરંતુ તેમની સલાહ પર પાકિસ્તાનની ટીમે ધ્યાન ન આપ્યું, પરિણામે પાકિસ્તાન ટીમ 21.4 ઓવરમાં 105 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઇમરાન ખાને પોતાના ટ્વીટમાં લખ્યું, 'મેચ પહેલા પાકિસ્તાન ટીમ માટે મારી સલાહ આ છે. પોતાના 100 ટકા આપો, અંતિમ બોલ સુધી સંઘર્ષ કરો અને ક્યારેય પણ દબાવને એટલો હાવી ન થવા દો કે તે તમારી રણનીતિ અને રમતને પ્રભાવિત કરે. પાકિસ્તાનના લોકોનું સમર્થન સરફરાઝ અને તેની ટીમની સાથે છે.'
પાકિસ્તાનની ટીમને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ મળવા પર વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાના પ્રથમ વિશ્વકપ મેચમાં શુક્રવારે અહીં 21.4 ઓવરમાં 105 રન પર આઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાનના ચાર બેટ્સમેન માત્ર બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઓશાને થોમસે 27 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. વિશ્વકપમાં આ પાકિસ્તાનનો બીજો ન્યૂનતમ સ્કોર છે.
પાકિસ્તાનની ટીમ 1992માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 74 રનમાં આઉટ થઈ ગઈ હતી. ટો હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ તરફથી ફખર જમાન અને બાબર આઝમે 22-22 રન બનાવ્યા હતા. વિન્ડીઝ તરફથી થોમસે ચાર, કેપ્ટન હોલ્ડરે ત્રણ, રસેલે બે અને કોટરેલે એક વિકેટ ઝડપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે