લોર્ડ્સ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી વનડેમાં ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરતા ટીમ ઈન્ડિયાને 86 રનથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા ઈંગ્લેન્ડે ભારત સામે 322 રન કર્યાં. આ વખતે બંને ટીમોએ પોતાની પહેલી મેચમાં થયેલી ભૂલમાંથી પાઠ ભણ્યો પરંતુ ઈંગ્લેન્ડની ટીમ બાજી મારવામાં સફળ રહી. પહેલી મેચમાં જ્યાં ઈંગ્લેન્ડ 268 રન કરીને આઉટ થઈ હતી ત્યાં આ વખતે ઈંગ્લેન્ડે ભારત સામે 7 વિકેટ ગુમાવીને 322 રનનો વિશાળ સ્કોર કર્યો. ટીમ ઈન્ડિયા પર દબાણ સર્જી નાખ્યું. જેના કારણે જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ કરવા ઉતરી ત્યારે તેની વિકેટો નિયમિત અંતર પડતા દબાણ વધી ગયું. આ મેચમાં અનેક ઉતાર ચડાવ અને ટર્નિંગ પોઈન્ટ્સ રહ્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. હાર્દિકની સાતમી ઓવર ખુબ મોંઘી પડી
ઈંગ્લેન્ડની બેટિંગ શરૂઆતમાં ખરાબ નહતી તો સારી પણ નહતી. પહેલી પાંચ ઓવર બાદ 27 રન જ થઈ શક્યા હતાં જો કે ટીમે કોઈ વિકેટ પણ નહતી ગુમાવી. શરૂઆતથી ઈંગ્લેન્ડની ટીમના બેટ્સમેનો રન કરવાની ઉતાવળમાં નહતાં. જો કે 8મી ઓવરમાં ટીમનો સ્કોર 50ની ઉપર પહોંચાડ્યો હતો. જેમાં હાર્દિક પંડ્યાએ 7મી ઓવરમાં 17 રન આપતા સ્કોર 69 પર પહોંચ્યો હતો. જોની બેયરસ્ટો 38 રન અને જેસન રોય 30 રન બનાવીને રમતમાં હતાં. 


2. 11મી ઓવરમાં પડી વિકેટ
કુલદીપ યાદવે પોતાની પહેલી ઓવરમાં જ ભારતને સફળતા અપાવતા જોની બેયરસ્ટોને બોલ્ટ કરી નાખ્યો. ત્યારબાદ પોતાની ત્રીજી ઓવરમાં જેસન રોયને 40ના સ્કોર પર ડીપ મિડ વિકેટ પર ઉમેશ યાદવના હાથે કેચ કરાવ્યો. જ્યારે 15 ઓવર બાદ ઈંગ્લેન્ડનો સ્કોર 2 વિકેટના નુક્સાન પર 88 રન થયા હતાં.


3. રૂટ અને મોર્ગને કરી વાપસી
ત્યારબાદ ઈંગ્લેન્ડે ફરીથી મેચમાં વાપસી કરી. જો રૂટ અને કેપ્ટન ઈયોન મોર્ગને ઈંગ્લેન્ડની ઈનિંગને સંભાળી. 20 ઓવર સુધીમાં ઈંગ્લેન્ડે 121 રન કરી નાખ્યા હતાં. કેપ્ટન મોર્ગન 17 બોલમાં 18 રન કરીને રમતમાં હતાં. જ્યારે રૂટ 30 બોલમાં 24 રન સાથે મેદાન પર હતાં. ટીમનો સ્કોર 25 ઓવર પહેલા જ 150ની ઉપર પહોંચી ગયો હતો. જો રૂટે 29મી ઓવરમાં કારકિર્દીની 29મી અડધી સદી ફટકારી. રૂટે 56 બોલમાં 50 રન પૂરા કર્યાં ત્યારબાદ તેમણે ટીમનો સ્કોર 30 ઓવરમાં 185 સુધી પહોંચાડ્યો. પરંતુ 31મી ઓવરમાં અડધી સદી પૂરી કરીને મોર્ગન કુલદીપ યાદવનો શિકાર બની ગયો. રૂટનો સાથ આપવા માટે બેન સ્ટોક્સ આવ્યો. બંનેએ 33મી ઓવરમાં જ ઈંગ્લેન્ડનો સ્કોર 200 રનની ઉપર પહોંચાડી દીધો. તે સમયે રૂટે 69 બોલમાં 60 રન અને સ્ટોક્સ 6 બોલમાં 4 રન પર રમી રહ્યો હતો. 


4. મોર્ગન, સ્ટોક્સ અને બટલરના વિકેટથી ઈંગ્લેન્ડને આંચકો
34મી ઓવરમાં જ હાર્દિક પંડ્યાએ ભારતને એક વધુ સફળતા અપાવી. બેન સ્ટોક્સ આઉટ થયો. સ્ટોક્સ ફક્ત 5 રન કરી શક્યો. 37મી ઓવરમાં પંડ્યાએ જોસ બટલરની પણ વિકેટ લીધી જો કે તે સમયે ટીમ 216 રન કરી ચૂકી હતી. 40 ઓવર સુધી ઈંગ્લેન્ડના 5 વિકેટના નુકસાન પર 228 રન હતાં. એક બાજુ રૂટ 79 રન બનાવીને અડીખમ હતો અને તેને સાથ આપી રહો હતો મોઈન અલી. જો કે અલી 42મી ઓવરમાં 13 રન કરીને આઉટ થઈ ગયો. 


5. ડિવિડ વિલીએ જો રૂટ સાથે મળી 322 રને પહોંચાડ્યો
ડેવિડ વિલીના આવતા જ ઈંગ્લેન્ડે ઝડપથી રન કરવાના શરૂ કર્યાં. 45 ઓવર સુધીમાં જો રૂટ અને ડેવિડ વિલીએ મળીને ઈંગ્લેન્ડનો સ્કોર 264 સુધી પહોંચાડી દીધો. અંતિમ ઓવરમાં રૂટની સદી પૂરી થઈ અને ડેવિડ વિલીએ અડધી સદી ફટકારી. ઈંગ્લેન્ડની ટીમનો સ્કોર 50 ઓવરમાં 322 રન થયો. સાતમી વિકેટ માટે વિલી અને રૂટ વચ્ચે 52 બોલમાં 83 રનની અત્યંત મહત્વપૂર્ણ ભાગીદારી થઈ. રૂટે 116 બોલ પર અણનમ 113 રન કર્યાં જ્યારે વિલીએ પણ કેરિયરની પહેલી અડધી સદી ફટકારી.


6. પહેલી 3 વિકેટે આપ્યો ભારતને આંચકો
ટીમની એક પછી એક એમ 3 વિકેટ ઉપરાછાપરી પડી. ભારતની ઓપનિંગ જોડી પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. રોહિત શર્મા માર્ક વુડની બોલિંગમાં 15 રનના સ્કોર પર બોલ્ડ થઈ ગયો. બીજી જ ઓવરમાં ધવન પણ પેવેલિયન ભેગો થયો. તેણે 36 રન કર્યાં. ત્યારબાદ કે એલ રાહુલે પણ બધાને નિરાશ કર્યા અને ખાતુ ખોલાવ્યાં વગર જ આઉટ થઈ ગયો. દસ ઓવરમાં ભારતનો સ્કોર 2 વિકેટના નુક્સાન પર 57 રન હતો તે સમયે ધવન કોહલી સાથે હતો.


7. વિરાટ અને રૈના પણ ઝડપી સ્કોર કરી શક્યા નહીં
25 ઓવર સુધી વિરાટ અને રૈના સ્કોર બોર્ડ પર 132 રન જ કરી શક્યા હતાં. જ્યારે 20 ઓવર સુધીમાં તો ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 103 રન જ હતો. ત્યારે કોહલી 31 અને રૈના 21 રન કરી ચૂક્યા હતાં. ટીમનો સ્કોર 18 રનમાં 100ની ઉપર પહોંચી શક્યો હતો. પહેલી 11 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવી ચૂકેલી ટીમ ઈન્ડિયા સંકટમાં આવી ગઈ હતી. ત્યારબાદ વિરાટ અને સુરેશ રૈનાએ મળીને ઈનિંગને સંભાળવાની કોશિશ કરી પરંતુ 27મી ઓવરમાં વિરાટ 45 રન બનાવીને મોઈન અલીની બોલિંગમાં આઉટ થઈ ગયો. ટીમ ઈન્ડિયા માટે આ મોટો ઝટકો હતો. ટીમ ઈન્ડિયાનો સ્કોર 27 ઓવરમાં 4 વિકેટે 140 રન જ થઈ શક્યો હતો. 


35 ઓવર સુધીમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 147 હતો. ધોની 13 રન કરીને રમી રહ્યો હતો જ્યારે હાર્દિક 11 રન બનાવી ચૂક્યો હતો. 32 ઓવર સુધીમાં ટીમ ઈન્ડિયાના 157 રન થતા તો 5 વિકેટ પડી ગઈ હતી. 32મી ઓવરમાં જ આદિલ રાશિદે રૈનાને 46 રન પર બોલ્ડ કર્યો હતો. 


8. હાર્દિક અને ઉમેશની વિકેટે હાર પાકી કરી નાખી
40 ઓવર પહેલા જ ટીમ ઈન્ડિયાની 7 વિકેટો પડી ગઈ હતી. જ્યારે સ્કોર માત્ર 194 પર પહોંચ્યો હતો. ક્રીઝ પર એમએસ ધોની સાથે કુલદીપ યાદવ હતો. આ અગાઉ ઉમેશ યાદવ 40મી ઓવરમાં જ રાશિદની બોલિંગમાં આઉટ થઈ ગયો હતો. તે અગાઉની ઓવરમાં હાર્દિક પંડ્યા પણ આઉટ થઈ ગયો.


9. ધોનીની વિકેટે ભારતની હારને ઔપચારિકતા બનાવી દીધી
47મી ઓવરમાં એમએસ ધોની મોટો શોટ મારવાના ચક્કરમાં 37 રન બનાવીને આઉટ થઈ ગયો. ધોનીના ગયા બાદ સિદ્ધાર્થ કોલ પણ આઉટ થઈ ગયો અને ભારતનો સ્કોર 9 વિકેટના નુક્સાન પર 217 રન થયો. 47મી ઓવરમાં ભારતનો સ્કોર 9 વિકેટે 222 રન હતો. ત્યારબાદ ચહલની ઈનિંગના છેલ્લા બોલ પર 12 રન બનાવીને આઉટ થયો  જ્યારે કુલદીપે 8 રન કર્યાં.