સિડની: ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલને પ્રેક્ટિસ મેચ દરમિયાન ડાબા કાંડામાં ઈજા થઈ હતી. જેના કારણે હવે તે બાકીની બંને ટેસ્ટ મેચ રમી શકશે નહીં. મેલબર્નમાં ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ દરમિયાન શનિવારે તેના ડાબા કાંડામાં ઈજા પહોંચી હતી. તેમાંથી બહાર આવતાં તેને 3 અઠવાડિયાનો સમય લાગી શકે છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મંગળવારે તેની માહિતી આપી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SLvsENG: ઈંગ્લેન્ડનો આ સ્ટાર ઓલરાઉન્ડર કોરોના પોઝિટિવ, એક ફાસ્ટ બોલર પણ આઇસોલેશનમાં


  


Serie A: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કર્યો 758મો ગોલ, મહાન પેલેનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો


બીસીસીઆઈના નિવેદન પ્રમાણે મેલબર્નમાં ટીમ ઈન્ડિયાના પ્રેક્ટિસ સેશન દરમિયાન રાહુલના કાંડામાં ઈજા પહોંચી હતી. તેમાંથી સાજા થતાં અને ફિટનેસ મેળવવામાં રાહુલને લગભગ 3 અઠવાડિયાનો સમય લાગી શકે છે. રાહુલ હવે ભારત પાછો ફરશે અને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ જશે જ્યાં તેનું રિહેબિલિટેશન શરૂ થશે. રાહુલ જોકે ઓસ્ટ્રેલિયા સામેની હાલની ટેસ્ટ સીરિઝમાં એકપણ મેચ રમી શક્યો ન હતો. ચાર મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બંને ટીમ હાલમાં 1-1ની બરોબરી પર છે. સીરિઝની ત્રીજી ટેસ્ટ મેચ 7 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.  


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube