IND vs AUS: ભારતે નાગપુરમાં રમાયેલી ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને એક ઈનિંગ અને 132 રનથી હરાવી દીધુ. ટીમ ઈન્ડિયાના ફેન્સ અને ટીમ આ જીતની ઉજવણી કરી જ રહ્યા હતા ત્યાં ICC એ એક ખરાબ સમાચાર આપ્યા. ICC એ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને સજા આપી છે. જાડેજાને લેવલ-1ના નિયમના ભંગ બદલ દોષિત ઠેરવવામાં આવ્યો અને આ સજા આપવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસીએ એક નિવેદન બહાર પાડીને આ અંગે જાણકારી આપી. ICC એ જણાવ્યું કે જાડેજાએ નાગપુરમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં તેમની આચાર સંહિતાની કલમ 2.20નો ભંગ કર્યો છે. અત્રે જણાવવાનું કે ICC એ ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર 25 ટકા ફીનો દંડ ફટકાર્યો છે. નિયમના ભંગ બદલ દોષિત ઠરતા જાડેજાને આ દંડ કરવામાં આવ્યો. 


ભારતે માત્ર 3 દિવસમાં જીતી ટેસ્ટ, અશ્વિન-જાડેજા આગળ ઓસ્ટ્રેલિયા ધૂંટણિયે પડ્યું


રવિન્દ્ર જાડેજાએ આંખના પલકારામાં કરી નાખી મસમોટી ભૂલ, તમને પણ વિશ્વાસ નહીં આવે


અકસ્માત બાદ પહેલીવાર દેખાયો રિષભ પંત, ફોટો જોઈને તેના ચાહકોને પણ થશે અસહનીય દર્દ


જાડેજાએ ભૂલ સ્વીકારી
ICC એ પોતાના નિવેદનમાં જણાવ્યું કે જાડેજાએ પોતાની ભૂલ સ્વીકારી લીધી અને ICC મેચ રેફરી એન્ડી પ્રાયક્રોફ્ટ દ્વારા અપાયેલી સજાને કબૂલ કરી લીધી. આથી કોઈ અધિકૃત સુનાવણીની જરૂર પડી નથી. મેચ રેફરીએ એ વાત માની કે જાડેજાએ ક્રીમ ફક્ત આંગળી પર મેડિકલ કારણોસર જ લગાવ્યું હતું અને તેની દાનત બોલ ટેમ્પરિંગની નહતી. તેણે બોલની સ્થિતિને પણ બદલી નહતી. મેદાનના એમ્પાયર નીતિન મેનન, રિચર્ડ લિંગવર્થ, ત્રીજા એમ્પાયર માઈકલ ગોફ અને ચોથા એમ્પાયર કે એન અનંતપદમનાભને જાડેજા પર આરોપ લગાવ્યા હતા.