Akash Deep IND vs AUS: રવિન્દ્ર જાડેજા જસપ્રીત બુમરાહની સાથે મળીને ગાબામાં ફોલોઓન ટાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સ્કોર બોર્ડ પર 213 રન લાગ્યા હતા અને ત્યારે ફોલોઓનને ટાળવા માટે 33 રનની જરૂર હતી. મોટા શોર્ટ રમવાના ચક્કરમાં જાડેજા કમિન્સના બોલ પર મિચેલ માર્શને કેચ આપી બેઠો હતો. જડ્ડૂ પેવેલિયન પાછા ફરી રહ્યા હતા અને ભારતીય છાવણીમાં ખળભળાટ મચેલો હતો. સવાલ સૌથી મોટો એ હતો કે હવે કેવી રીતે ફોલોઓન ટાળી શકાશે. હારનો ખતરો પણ મનમાં ઘર કરીને બેઠો હતો. ક્રીઝ પર હતા બુમરાહ અને તેણે સાથ આપવા માટે આકાશદીપ!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બન્ને એક એક કરીને રન જોડવાનું શરૂ કર્યું. કંગારૂ ઝડપી બોલર પુરેપુરું જોર લગાવી રહ્યા હતા પરંતુ આકાશ અને બુમરાહ ક્રીઝ પર સ્તંભની જેમ ખડકાઈ ગયા હતા. એક એક રન લેવાની સાથે જ હવે ભારતીય ટીમને ફોલોઓન ટાળવા માટે ચાર રનની જરૂર હતી. કમિન્સના હાથમાંથી નીકળેલો અને બાઉન્સ લેતો બોલ આકાશના બેટના ભારે કિનારા પર લાગ્યો અને સ્લિપ ફીલ્ડરના માથા પરથી નીકળી ગયો હતો. આકાશના આ શોર્ટની સાથે જ ભારતનો આખો ડ્રેસિંગ રૂમ ઝૂમી ઉઠ્યો હતો.



ધૂમી ઉઠ્યો ડ્રેસિંગ રૂમ
આકાશના બેટથી નીકળેલા ચોગ્ગાની સાથે જ ડ્રેસિંગ રૂમમાં બેઠા વિરાટ કોહલી પોતાની સીટથી ઉછળી પડ્યો હતો. હેડ કોચ ગૌતમ ગંભીરની પણ ખુશીનો પાર નહોતો. જ્યારે કેપ્ટન રોહિત શર્માના ચહેરા પર એક હસી જોવા મળી હતી. દરેક લોકો જાણતા હતા કે આકાશના આ શોર્ટે ગાબાના મેદાન પર ભારતીય ટીમની લાજ બચાવી દીધી. ફોલોઓન ટળી ગયું અને ઈન્ડિયન ટીમને ફરીથી બેટિંગ કરવા ઉતરવું પડશે નહીં.



તેના બરાબર એક બોલ આગળ આકાશે ફરીથી હાથ ખોલ્યા અને કમિન્સના બોલને હવાઈ યાત્રા પર મોકલ્યો હતો. આકાશના બેટથી નીકળેલી સિક્સર એટલી લાંબી હતી કે વિરાટ ડ્રેસિંગ રૂમથી સિક્સરના અંતરને જોતો રહ્યો હતો. કોચ ગંભીર અને કેપ્ટન રોહિત પણ આકાશના શોર્ટથી હેરાન રહી ગયા હતા.


બુમરાહ-આકાશે ટીમ ઈન્ડિયાની લાજ રાખી
જસપ્રિત બુમરાહ અને આકાશદીપની જોડીએ હવે શાનદાર બેટિંગ કરીને ગાબા ટેસ્ટને ડ્રો તરફ ધકેલી દીધી છે. બંને વચ્ચે 10મી વિકેટ માટે 39 રનની ભાગીદારી છે. બુમરાહ-આકાશદીપે મળીને ફોલોઓન ટાળી દીધું છે, એટલે કે હવે કાંગારૂ ટીમે બીજી ઇનિંગ રમવા મેદાનમાં ઉતરવું પડશે. બોર્ડર-ગાવસ્કર શ્રેણી હાલમાં 1-1 પર છે. ટીમ ઈન્ડિયાએ પર્થમાં મેદાન માર્યું હતું જ્યારે ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં જીતનો સ્વાદ ચાખ્યો હતો.