મુંબઇ: ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) ઓસ્ટ્રેલિયાની સામે શરૂ થતી ટેસ્ટ સિરીઝ માટે ફિટ થઈ ગયો છે. બીસીસીઆઈ (BCCI)એ પુષ્ટિ કરી છે કે રોહિતે ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે અને હવે તે ઓસ્ટ્રેલિયામાં ટીમમાં જોડાવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંપૂર્ણ ફિટ છે રોહિત શર્મા
બીસીસીઆઈ (BCCI)એ એક નિવેદનમાં લખ્યું છે કે, "ભારતીય ટીમના બેટ્સમેન રોહિત શર્માએ બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA)માં તેની પુનર્વસન પ્રક્રિયા પૂર્ણ કરી છે અને તે ફિટ છે".


આ પણ વાંચો:- IND vs AUS: જીવલેણ બની રહી છે આ સીરિઝ, હવે Harry Conwayના માથે થઈ ઈજા


નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'એનસીએની મેડિકલ ટીમ રોહિતની શારીરિક તંદુરસ્તીથી સંપૂર્ણ સંતુષ્ટ છે. મેડિકલ ટીમે તેની બેટિંગ, ફિલ્ડિંગ અને વિકેટની વચ્ચે દોડ જેવા પરિમાણો પર પરીક્ષણ કર્યું છે અને તેની સ્થિતિથી સંતુષ્ટ છે. જોકે તેઓએ તેમની શક્તિ પર કામ કરવું પડશે.


ઓસ્ટ્રેલિયા માટે ટૂંક સમયમાં રવાના થશે રોહિત
ઓસ્ટ્રેલિયા પહોંચવા પર તે બે અઠવાડીયા માટે ક્વોરન્ટાઈન રહેશે અને ત્યારબાદ ટીમની સાથે જોડાશે. પરંતુ ટેસ્ટ સિરીઝની છેલ્લી બે મેચમાં તેના રમવા પર નિર્ણય ટીમની મેડિકલ ટીમ દ્વારા ફરી નિરિક્ષણ કર્યા બાદ લેવામાં આવશે.


આ પણ વાંચો:- AUS vs IND: એડિલેડ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમમાં ફેરફાર, આ ખેલાડીને મળી તક


બીસીસીઆઇ (BCCI) દ્વારા જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઓસ્ટ્રેલિયામાં બે અઠવાડીયાના પૃથકવાસ માટે તેમણે એક વિસ્તૃત કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જેનું પાલન કરવાનું રહેશે. પૃથકવાસ પૂર્ણ થયા બાદ ભારતીય ટીમની મેડિકલ ટીમ તેમની તપાસ કરશે અને તેના અનુસાર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેમની ભાગીદારી પર નિર્ણય લેવામાં આવશે.


આ પણ વાંચો:- આજે પોતાના જન્મદિવસની ઉજવણી નહીં કરે યુવરાજ સિંહ, આ છે કારણ


આઇપીએલ દરમિયાન થયો હતો ઈજાગ્રસ્ત
રોહિત (Rohit Sharma)ને આઇપીએલ 2020 (IPL 2020) દરમિયાન હેમસ્ટ્રિંગ ઇન્જરી થઈ હતી, જેના કારણે તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો અને થોડા દિવસોમાં તે ક્રિકેટ રમવા પાછો ફર્યો હતો, જેથી અટકળોનો દોર શરૂ થયો છે. ત્યારબાદ તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube