IND vs AUS: જીવલેણ બની રહી છે આ સીરિઝ, હવે Harry Conwayના માથે થઈ ઈજા
ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત 17 જાન્યુઆરીથી થશે. તે પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેના ખેલાડીઓને ઈજા થવાની સંખ્યા વધી રહી છે. ડેવિડ વોર્નર, વિલ પોકોવસ્કી, માર્કસ હેરિસ અને હવે હેર કોન્વે (Harry Conway)
Trending Photos
નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત 17 જાન્યુઆરીથી થશે. તે પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેના ખેલાડીઓને ઈજા થવાની સંખ્યા વધી રહી છે. ડેવિડ વોર્નર, વિલ પોકોવસ્કી, માર્કસ હેરિસ અને હવે હેર કોન્વે (Harry Conway). માત્ર ઓસ્ટ્રેલિયા જ નહીં પરંતુ ટીમ ઇન્ડિયાનો રવિન્દ્ર જાડેજા પણ આ પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે.
સૌથી મોટી વાત એ છે કે, આ પ્રેક્ટિસ મેચ દરમિયાન મોટાભાગે ખેલાડીઓને માથે ઈજા થઈ છે. 'Concussion'નો શિકાર બનેલા ઇજાગ્રસ્ત થયેલા ખેલાડીઓમાં ભારતના રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja), ઓસ્ટ્રેલિયાના વિલ પોકોવસ્કી (Will Pucovski) અને કેમરૂન ગ્રીન (Cameron Green) સામેલ છે. હવે આ લિસ્ટમાં હેરી કોન્વે (Harry Conway)નું પણ નામ સામેલ થયું છે. આ વાત કહેવી ખોટી નથી કે, આ સીરિઝ જીવલેણ બનતી જઈ રહી છે.
હેરી કોન્વે પણ થયો 'Concussion'નો શિકાર
ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતા ઓસ્ટ્રેલિયાની ટીમ માટે સમસ્યા વધી ગઈ છે. મધ્યમ ફાસ્ટ બોલર હેરી કોન્વે (Harry Conway) ભારત સામે રમાઈ રહેલી પ્રેક્ટિસ મેચમાં 'Concussion'નો શિકાર બન્યો છે.
અગિયારમા નંબરના બેટ્સમેન કોન્વેએ ભારતના ઓલ રાઉન્ડ બોલર્સના ફાસ્ટ અને બાઉન્સર્સ બોલનો સામનો કરવો પડ્યો. પ્રથમ દિવસની રમતના અંતે તેને માથામાં ઈજા થઈ હતી. માર્ક સ્ટીકેટીને છેલ્લા બે દિવસની મેચ માટે તેની જગ્યાએ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો.
આ પણ વાંચો:- IND vs AUS: Jasprit Bumrahની પહેલી અર્ધસદી પર Virat Kohliએ આપ્યું આ રિએક્શન, જુઓ Viral Video
ત્યાગીના બાઉન્સર પર ઇજાગ્રસ્ત થયો પુકોવસ્કી
ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર પીચ પર ઉભેલા વિલ પુકોવસ્કી (Will Pucovski)ના પ્રેક્ટિસ મેચ દરમિયાન હેલમેટ પર ભારત એના ખેલાડી કાર્તિક ત્યાગીનો બાઉન્સર બોલ વાગ્યો હતો. ત્યારબાદ તે રિટાયર હર્ટ થયો હતો. જેના કારણે તે પુકોવસ્કી બીજી પ્રેક્ટિસ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયા એ ટીમનો ભાગ બન્યો ન હતો.
ગ્રીનને પણ માથામાં વાગ્યો બોલ
ઓસ્ટ્રેલિયા-એના કેમરોન ગ્રીન (Cameron Green)ને ભારત સામે રમાયેલી પ્રેક્ટિસ મેચના પહેલા દિવસે બોલિંગ દરમિયાન માથામાં બોલ વાગ્યો હતો. બુમરાહએ ગ્રીનના બોલ પર સ્ટ્રેટ ડ્રાઈવ મારી જે 21 વર્ષના આ ખેલાડીના હાથથી અથડાઈને સીધો તેના માથે વાગ્યો હતો. તે બીજી પ્રેક્ટિસ મચમાંથી બહાર છે.
જાડેજાને માથે ઈજા થતા મેચમાંથી બહાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં જાડેજાને મેચ દરમિયાન માથે ઇજા પહોંચી હતી. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) 'Concussion' કોન્ટ્રોવર્સીના કારણે ટી-20 સીરિઝથી બહાર થઈ ગયો હતો. ભારતની મેચમાં છેલ્લી ઓવરમાં તેને હેલમેટ પર બોલ વાગ્યો હતો. ત્યારબાદ તે મેદાન પર વાપસી કરી શક્યો નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે