Rohit Sharma: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે છેલ્લા કેટલાંક મહિના ઘણા મુશ્કેલીઓથી ભરેલા રહ્યા છે. તેમની કેપ્ટનશિપમાં ટીમે આ વર્ષ ટી20 વર્લ્ડ કપ જરૂરથી પોતાના નામે કર્યો, પરંતુ ત્યારબાદ કઈ જ સારું થઈ રહ્યું નથી. બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલૂ ટેસ્ટ સીરિઝમાં બેટથી ખરાબ રીતે ફેલ રહેલા રોહિત હાલની બોર્ડર-ગાવસ્કર સીરિઝમાં કઈ ખાસ કરી શક્યા નથી. માત્ર બેટિંગ જ નહીં, રોહિત કેપ્ટનશિપમાં પણ ઓસ્ટ્રેલિયા ટીમ વિરુદ્ધ સરેરાશ રહી છે. આ જ કારણ છે કે તેમના પર સંન્યાસ લેવાનું દબાણ વધી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિસ્બેનમાં વરસાદે ચોક્કસપણે ભારતને બચાવ્યું, પરંતુ મેલબોર્નમાં ટીમની અણધારી હારથી રોહિતનું ટેન્શન વધી ગયું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, રોહિતે BCCIના ટોચના અધિકારીઓ અને પસંદગીકારો સાથે નિવૃત્તિ અંગે ચર્ચા કરી છે અને નિવૃત્તિ અંગે પોતાનું મન બનાવી લીધું છે. એવો અંદાજ છે કે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી ટેસ્ટ બાદ રોહિત ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે.



રોહિતની પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન પણ નક્કી નથી!
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પસંદગીકારોને પહેલાથી જ ખબર છે કે રોહિત અંગે શું થવાનું છે. જો કે આ સમયે મોટો પ્રશ્ન નિવૃત્તિનો નથી, પરંતુ રોહિત પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થવાને લાયક છે કે કેમ તે છે. તેના આંકડાઓ પર નજર કરીએ તો તેના માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવવું મુશ્કેલ છે. સમાચાર છે કે સિડનીમાં ટીમ તેના સ્થાને શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે.


તેમણે આ વર્ષે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલૂ ટેસ્ટ સીરિઝમાં સારા રન બનાવ્યા, પરંતુ ત્યાર પછી પણ તેમનો આ વર્ષ ટેસ્ટ એવરેજ 25ની આસપાસ રહી. તેમણે આ વર્ષે 14 ટેસ્ટ રમી અને તેમાં માત્ર બે સદી અને બે ફિફ્ટી ફટકારી છે. તે દરમિયાન રોહિતના બેટથી 26 ઈનિંગોમાં 24.76ની સરેરાશની સાથે કુલ 619 રન જ નીકળી શક્યા છે.


બોર્ડર-ગાવસ્કર સીરિઝમાં પણ શાંત રહ્યું રોહિતનું બેટ
રોહિતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં અત્યાર સુધી જેટલા રન બનાવ્યા છે, તે આખી સીરિઝમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દ્વારા લેવામાં આવેલી વિકેટોની સંખ્યા (30)થી માત્ર એક રન વધારે કર્યો છે. રોહિતે સીરિઝની ત્રણ ટેસ્ટની પાંચ ઈનિંગોમાં  મુશ્કેલથી 31 રન બનાવ્યા છે. તે દરમિયાન તેમની સરેરાશ 6.20ની રહી છે.