ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર વિરાટ કોહલી હાલ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યા છે. એક વીકનેસ કોહલી માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે. વિરાટના કમબેક માટે દિગ્ગજ સુનિલ ગાવસ્કરે એક બેસ્ટ ફોર્મ્યૂલા જણાવ્યો છે. મહાન ક્રિકેટર સુનિલ ગાવસ્કરે સોમવારે ભારતના સુપર સ્ટાર વિરાટ કોહલીને સલાહ આપી કે તેઓ 2004માં સિડનીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સચિન તેંડુલકરની જે યાદગાર 241ની ઈનિંગ હતી તેમાંથી પ્રેરણા લે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીની નબળાઈ
વિરાટ દરેક વખતે ઓફ સ્ટમ્પના બોલ છોડી દઈને પોતાની વિકેટ ગુમાવે છે. ગાવસ્કરે કહ્યું કે તેઓ પોતાની આ વીકનેસને દૂર કરવા માટે કવર ડ્રાઈવ રમવાથી ચેતે. બ્રિસબેન ટેસ્ટના વરસાદથી પ્રભાવિત ત્રીજા દિવસે કોહલી એકવાર ફરીથી નિષ્ફળ રહ્યો અને જોશ હેઝલવુડે તેમને 3 રનના અંગત સ્કોરે વિકેટ પાછળ કેચ કરાવી દીધો. ભારતે ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યારે 51 રન સુધીમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. 


શું કહ્યું ગાવસ્કરે?
ગાવસ્કરે કોહલીને લઈને સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું કે, કોહલીએ ફક્ત પોતાના હીરો સચિન તેંડુલકરને જોવાની જરૂર છે. જે રીતે તેમણે પોતાને ઓફ સાઈડના ખેલ પર પોતાના ધૈર્ય અને નિયંત્રણ જાળવી રાખ્યું અને સિડનીમાં 241 રન કર્યા. તેમણે ઓફ સાઈડ કે ઓચામાં ઓછું કવરમાં કોઈ શોટ રમ્યો નહીં કારણ કે તેનાથી પહેલા તેઓ કવરમાં રમવાની કોશિશમાં આઉટ થઈ રહ્યા હતા. 


કોહલી બાકી જગ્યાઓ પર કરે રન- ગાવસ્કર
તેમણે વધુમાં કહ્યું કે તેમણે જે શોટ રમ્યા તે મહદઅંશે સીધા કે ઓન સાઈડ હતા. આ રીતે વિરાટે પોતાના મગજ અને પોતાના ખેલ પર નિયંત્રણ રાખવું જોઈએ. જો બોલ ઓફ સ્ટમ્પ પર હોય તો તેમણે ધ્યાન રાખવું જોઈએ કે હું ડિફેન્સ કરીશ. હું આ બોલ પર રન કરવાની કોશિશ નહીં કરું. તેમની પાસે આટલો શાનદાર બોટમ હેન્ડ ખેલ છે કે તેઓ તે ક્ષેત્રમાં, સીધા કે મિડ વિકેટ તરફ રમી શકે છે.