Bangladesh vs India: મયંક અગ્રવાલ ફરી ચર્ચામાં, 8મી ટેસ્ટમાં ફટકારી કરિયરની ત્રીજી સદી
ભારતીય ઓપનર મયંક અગ્રવાલ શાનદાર ફોર્મમાં છે. તેણે ઈન્દોરમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના બીજા દિવસે સદી ફટકારી હતી. આ તેના ટેસ્ટ કરિયરની ત્રીજી સદી છે.
ઈન્દોરઃ ભારતીય ઓપનર મયંક અગ્રવાલે (mayank agarwal) બાંગ્લાદેશ વિરુદ્ધ સિરીઝની (ind vs ban) પ્રથમ ટેસ્ટ (FIRST MATCH ) મેચના બીજા દિવસે શુક્રવારે શાનદાર સદી ફટકારી હતી. તેણે ઇબાદત હુસૈનના બોલ પર બે રન દોડવાની સાથે પોતાના ટેસ્ટ કરિયરની ત્રીજી સદી પૂરી કરી હતી. કરિયરની 8મી ટેસ્ટ મેચ રમતા મયંકે 183 બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 3 વિકેટ પર 206 રન હતો. આ સમાચાર લખાય રહ્યાં છે ત્યારે મયંક 156* રન બનાવી ક્રીઝ પર છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કર્યું હતું પર્દાપણ
મયંકે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાછલા વર્ષે ડિસેમ્બરમાં પર્દાપણ કર્યું હતું. તેણે 26 ડિસેમ્બર 2018ના રમાયેલા પોતાના પર્દાપણ ટેસ્ટમાં 76 અને 42 રનની ઈનિંગ રમી હતી. તેણે પહેલી ઈનિંગમાં ચેતેશ્વર પૂજારા સાથે બીજી વિકેટ માટે 83 રનની ભાગીદારી પણ કરી હતી. આ મેચમાં ભારતનો 137 રને વિજય થયો હતો.
આફ્રિકા વિરુદ્ધ ફટકારી હતી બેવડી સદી
મયંક અગ્રવાલે પાછલા મહિને (ઓક્ટોબર 2019) વિશાખાપટ્ટનમમાં આફ્રિકા વિરુદ્ધ રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં 215 રનની ઈનિંગ રમી હતી. આ તેના કરિયરની પ્રથમ બેવડી અને બીજી સદી હતી. તેણે તે મેચમાં 371 બોલનો સામનો કર્યો જેમાં 23 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. 2 ઓક્ટોબરે રમાયેલા આ મુકાબલામાં ભારતીય ટીમનો 203 રને વિજય થયો હતો, જેમાં રોહિત શર્માએ 176 અને 127 રનની ઈનિંગ રમી હતી.
IND vs BAN: વિરાટ કોહલી ઇન્દોર ટેસ્ટમાં બેઠો પાણીમાં, 2 વર્ષ બાદ થયું પુનરાવર્તન
મયંકનું ટેસ્ટ કરિયર | |||||
ટેસ્ટ મેચ | ઈનિંગ | રન | ટોપ સ્કોર | સદી | અડધી સદી |
8* | 12* | 716* | 215 | 3* | 3 |
હજુ સુધી નથી રમ્યો ટી20 આંતરરાષ્ટ્રીય અને વનડે
મયંક અગ્રવાલને ટેસ્ટ ટીમમાં હજુ સુધી તક મળી છે. તે કરિયરમાં એક પણ વનડે મેચ રમ્યો હતો. તેણે આ પહેલા 57 ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં 10 સદી અને 25 અડધી સદીની મદદથી કુલ 4507 રન બનાવ્યા, જેમાં એક ત્રેવડી સદી પણ સામેલ છે. તે 134 ટી20 મેચ પણ રમી ચુક્યો છે, જેમાં તેના નામે 1 સદી અને 18 અડધી સદીની સાથે કુલ 2939 રન નોંધાયેલા છે.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube