IND vs BAN: વિરાટ કોહલી ઇન્દોર ટેસ્ટમાં બેઠો પાણીમાં, 2 વર્ષ બાદ થયું પુનરાવર્તન

બાંગ્લાદેશ વિરૂધ્ધ ભારત (Bangladesh vs India) વચ્ચે ઇન્દોરના (Indore) હોલકર સ્ટેડિયમમાં (holkar cricket stadium)ગુરૂવારથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસે ભારતીય બોલર ઝળક્યા હતા. જોકે બીજા દિવસે ભારતીય બેટ્સમેનો મોટો સ્કોર કરવાની આશા વચ્ચે થોડા ધીમા પડ્યા છે. એમાંય ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પાણીમાં બેઠો છે. 2 વર્ષ બાદ આ ઘટનાનું પુનરાવર્તન થયું છે કે વિરાટ ઝીરો પર આઉટ થયો છે.

IND vs BAN: વિરાટ કોહલી ઇન્દોર ટેસ્ટમાં બેઠો પાણીમાં, 2 વર્ષ બાદ થયું પુનરાવર્તન

ઇન્દોર : હોલકર સ્ટેડિયમ ખાતે ગુરૂવારથી શરૂ થયેલ બાંગ્લાદેશ અને ભારત વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસે પ્રારંભે બાંગ્લાદેશના બોલરો હાવી રહ્યા છે. પ્રથમ દિવસના 86 રન બાદ આજે ભારતીય બેટ્સમેનોએ બેટીંગ શરૂ કરી હતી. જેમાં ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીની વિકેટ જલ્દી પડી ગઇ છે. પુજારા 54 રન બનાવી આઉટ થયો તો વિરાટ કોહલી ઝીરો રન પર આઉટ થયો છે. 

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને બાંગ્લાદેશના બોલર અબુ જાયેદે એલબીડબલ્યુ કર્યો હતો. અગાઉના રેકોર્ડ પર નજર નાંખીએ તો આવું બે વર્ષ પહેલા બન્યુ હતું. શ્રીલંકા વતી નવેમ્બર 2017માં કોલકત્તા ટેસ્ટમાં આવું બન્યું હતું. એ વખતે સુરંગા લકમલે વિરાટને ઝીરો પર આઉટ કર્યો હતો. 

બાંગ્લાદેશને 150 રન પર ઓલઆઉટ કર્યા બાદ ભારતીય ટીમ પહેલા દિવસે બીજા સેશનમાં બેટીંગમાં ઉતરી હતી. જોકે ભારતીય ટીમની પહેલી વિકેટ રોહિત શર્માના રૂપમાં સસ્તામાં પડી ગઇ હતી. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં હિરો રહેલા રોહિત બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં માત્ર 6 રન બનાવી અબુ જાયેદના બોલ પર આઉટ થયો હતો. 

14 રનના સ્કોર પર પહેલી વિકેટ ગુમાવ્યા બાદ મયંક અગ્રવાલ ચેતેશ્વર પુજારાને સાથ આપવા આવ્યો હતો. પુજારા અને અગ્રવાલે બીજી વિકેટની ભાગીદારી માટે 72 રન બનાવ્યા હતા. પ્રથમ દિવસની રમત પૂર્ણ થતાં પૂજારા 61 બોલ પર 43 રન અને મયંક 81 બોલ પર 37 રન બનાવી અણનમ હતા. 

જુઓ મેચનો લાઇવ સ્કોર : LIVE Score

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news