નાગપુરઃ મહારાષ્ટ્ર વિદર્ભ ક્રિકેટ એસોશિએશનના મેદાનમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી ટી20 મેચ રમાઈ રહી છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી અને ભારતને બેટિંગમાં આમંત્રણ આપ્યું હતું. ભારત-બાંગ્લાદેશ વચ્ચેની ટી20 શ્રેણીમાં દિલ્હીની પ્રથમ મેચ બાંગ્લાદેશ, જ્યારે રાજકોટમાં રમાયેલી બીજી ટી20 ભારતે જીતી હતી. હવે શ્રેણી જીતવા માટે બંને ટીમ એડીચોટીનું જોર લગાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રીજી ટી20માં ભારતે બાંગ્લાદેશ પર 30 રને વિજય મેળવ્યો હતો. ભારતનો બાંગ્લાદેશ પર આ 10મો ટી20 વિજય હતો. આ સાથે જ ભારતે 2-1થી ત્રણ ટી20ની શ્રેણી જીતી લીધી. ભારતના વિજયમાં બોલર દીપક ચહરનું મહત્વનું યોગદાન રહ્યું હતું, જેણે 3.2 ઓવરમાં 7 રન આપીને બાંગ્લાદેશના 6 ખેલાડીને પેવેલિયન ભેગા કર્યા હતા. 


ભારતે પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશને જીતવા માટે 175 રનનો લક્ષ્ય આપ્યો છે. ભારતની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ત્રીજી વિકેટમાં રમવા આવેલા લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયરે બાજી સંભાળી લીધી હતી. બંનેએ 114 રનની ભાગીદારી સાથે ભારતનો પાયો મજબૂત કર્યો હતો. લોકેશે 35 બોલમાં 7 ચોગ્ગા સાથે 52 રન અને શ્રેયસ ઐયરે 3 ચોગ્ગા, 5 છગ્ગા સાથે 33 બોલમાં 62 રન ફટકાર્યા હતા. છઠ્ઠા ક્રમે રમવા આવેલા મનીષ પાંડેએ 13 બોલમાં 22 રન ફટકારીને ભારતના સ્કોરને મજબુતી આપી હતી. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 174 રન બનાવ્યા છે. 


ભારતના 175 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની સંપૂર્ણ ટીમ 19.2 ઓવરમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશનો એક માત્ર ઓપનર મોહમ્મદ નઈમ ભારતીય બોલરો સામે ટક્કર ઝીલી શક્યો હતો. તેણે 48 બોલમાં 81 રન બનાવ્યા હતા. તેના સિવાય મોહમ્મદ મિથુને 27 રન બનાવ્યા હતા. આ સિવાય બાંગ્લાદેશનો એક પણ ખેલાડી ડબલ ફિગરમાં જઈ શક્યો ન હતો. બાંગ્લાદેશના ચાર ખેલાડી શૂન્ય રને આઉટ થયા હતા. 


ભારતે પ્લેઈંગ ઈલેવનમાં એકમાત્ર ફેરફાર કર્યો છે. કૃણાલ પંડ્યાના સ્થાને મનીષ પાંડેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાયો છે. બાંગ્લાદેશે મોસદ્દક હુસેનના સ્થાને મોહમ્મદ મિથુનને સામેલ કર્યો છે. 


ભારતની બેટિંગ 
- બીજી ટી20માં 85 રન ફટકારીને ટીમને વિજય સુધી લઈ જનારો કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રને બીજી જ ઓવરમાં આઉટ થઈ જતાં ભારતને મોટો ફટકો પડ્યો છે. 
- ભારતે 5મી ઓવરમાં જ શિખર ધવનના સ્વરૂપમાં બીજી વિકેટ ગુમાવી દીધી છે. શિખર ધવન 16 બોલમાં 19 રન બનાવીને સૈફુલના બોલ પર મહેમદુલ્લાહને કેચ આપી બેઠો હતો. 
- ભારતનો સ્કોર 5 ઓવરમાં 2 વિકેટે 35 રન થયો છે.
- ત્રીજી વિકેટની ભાગીદારીમાં શ્રેયસ ઐયર અને લોકેશ રાહેલુ બાજી સંભાળી અને બંનેએ 114 રન ભારતના સ્કોરમાં જોડ્યા હતા. લોકેશ 35 બોલમાં 52 રન બનાવીને અને શ્રેયસ ઐયર 33 બોલમાં 62 રન બનાવીને આઉટ થયો હતો. 
- રિષભ પંત વધુ ટકી શક્યો નહીં અને માત્ર 6 રન પર આઉટ થઈ ગયો હતો. 
- 18 ઓવરમાં ભારતે 5 વિકેટ ગુમાવીને 165 રન બનાવી લીધા છે. 
- ભારતના 20 ઓવરમાં 5 વિકેટે 174 રન.
- બાંગ્લાદેશની 8મી વિકેટ પડી. શૈફુલ ઈસ્લામ માત્ર 4 રન બનાવીને આઉટ. 
- બાંગ્લાદેશના 18 ઓવરમાં 8 વિકેટે 135 રન.


બાંગ્લાદેશની બેટિંગ 
- બાંગ્લાદેશને પણ પ્રથમ બે ઓવરમાં બે વિકેટ ગુમાવવી પડી છે. તેનો ઓપનિંગ બેટ્સમેન લિટન દાસ 9 રને આઉટ થઈ ગયો હતો. બીજી વિકેટે રમવા આવેલો સૌમ્ય સરકાર શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. 
- 5 ઓવરમાં 2 વિકેટે 18 રન.
- બાંગ્લાદેશના ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ નઈમે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એક છેડો પકડી રાખીને 58 બોલમાં 81 રન બનાવ્યા. જેમાં 10 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. જોકે, ભારતના શિવમ દુબેના બોલ પર તે 81ના સ્કોર પર બોલ્ડ થઈ ગયો હતો. 
- તેના પહેલા બાંગ્લાદેશે મોહમ્મદ મિથુન(27 રન), મુશફીકૂર રહીમ(0)ની વિકેટ ગુમાવી દીધી હતી. 
- મોહમ્મદ નઈમ 15મી ઓવરમાં આઉટ થયો હતો. 
- મોહમ્મદ નઈમના આઉટ થયા પછી બાંગ્લાદેશના પાછળના ખેલાડી ભારતીય બોલરોનો સામનો કરી શક્યા નહીં. મહેમદુલ્લાહ 8 રન બનાવીને ચહલના બોલ પર બોલ્ડ આઉટ થઈ ગયો હતો. તેના પહેલા રમવાઆવેલા અફિફ હુસેન એક પણ રન બનાવી શક્યો ન હતો. 
- બાંગ્લાદેશના 17 ઓવરમાં 131 રન. જીતવા માટે 18 બોલમાં 44 રન જરૂરી.
- બાંગ્લાદેશ 19.2 ઓવરમાં 144 રન પર ઓલ આઉટ. 
- દીપક ચહરની સર્વશ્રેષ્ઠ બોલિંગ, 3.2 ઓવરમાં માત્ર 7 રન આપીને બાંગ્લાદેશની કિંમતી 6 વિકેટ ઝડપી.   


ટી20માં બોલરની શ્રેષ્ઠ ફીગર 
6/8 : દીપક ચહર વિ. બાંગ્લાદેશ, નાગપુર-2019 
6/8 : એ. મેન્ડિસ વિ. ઝીમ્બાબ્વે, હંબનટોટા-2012
6/16 : એ. મેન્ડિસ વિ. ઓસ્ટ્રેલિયા, પલકલ્લી-2011
6/25 : યુજવેન્દ્ર ચહલ વિ. ઈંગ્લેન્ડ, બેંગલુરુ-2017  


પ્લેઈંગ ઈલેવન
ભારતઃ રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, વોશિંગટ સુંદર, દીપક ચહર, યુઝવેન્દ્ર ચહલ, ખલીલ અહેમદ


બાંગ્લાદેશઃ લિટન દાસ, મોહમ્મદ નઈમ, મહેમદુલ્લાહ (કેપ્ટન), અફિફ હુસેન, અનિમુલ ઈસ્લામ, સૌમ્ય સરકાર, મુશફિકુર રહેમાન, અલ-અમીન હુસેન, મુસ્તફિઝુર રહેમાન, શૈફુલ ઈસ્લામ, મોહમ્મદ મિથુન.


જુઓ LIVE TV....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....