ઢાકાઃ Rohit Sharma IND vs BAN: ભારતીય કેપ્ટન રોહિત શર્માનું માનવુ છે કે ભારતે રવિવારથી શરૂ થનાર ત્રણ મેચોની વનડે સિરીઝમાં બાંગ્લાદેશને હરાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. બંને ટીમ છેલ્લે અહીં વનડે સિરીઝમાં 2015માં આમને-સામને થઈ હતી ત્યારે બાંગ્લાદેશે 2-1થી જીત મેળવી હતી. ભારત પોતાની છેલ્લી વનડે સિરીઝમાં ન્યૂઝીલેન્ડ સામે 1-0થી હારી ગયું હતું. પરંતુ ટીમ ઈન્ડિયાનું મનોબળ રોહિત, રાહુલ અને વિરાટ કોહલીની વાપસીથી મજબૂત થયું હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોહિતે શનિવારે મેચ પૂર્વે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- હંમેશાની જેમ આ રોમાંચક સિરીઝ હશે. બાંગ્લાદેશ એક પડકારનજક ટીમ છે અને અમારે તેને હરાવવા માટે અમારી સર્વશ્રેષ્ઠ રમત રમવી પડશે. અમે તેના ઘરમાં રમી રહ્યાં છીએ અને અમને રમતના દરેક વિભાગ બેટિંગ , બોલિંગ અને ફીલ્ડિંગમાં તેની પાસેથી પડકાર મળવાની આશા છે. 


ભારતીય કેપ્ટને કહ્યું- અમે માત્ર સિરીઝ જીતવા વિશે વિચારી રહ્યાં નથી. અમે એક વારમાં એક મેચ માટે વિચારીશું અને ત્યારબાદ  બીજી અને ત્રીજી મેચ વિશે વિચારીશું. ઘણીવાર વધુ દૂર વિશે વિચારવુ મદદગાર રહેતું નથી. 


આ પણ વાંચોઃ PAK vs ENG: જો રૂટે જેક લીચની ટાલ પર બોલ ઘસીને ચમકાવ્યો, જુઓ વીડિયો


છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-બાંગ્લાદેશની મેચ ખુબ રોમાચંક રહી છે. હાલમાં ટી20 વિશ્વકપમાં વરસાદ પ્રભાવિત મુકાબલામાં ભારતે બાંગ્લાદેશ સામે માત્ર પાંચ રને જીત મેળવી હતી. રોહિત જાણે છે કે બાંગ્લાદેશનો પડકાર સરળ રહેશે નહીં. તેણે કહ્યું- છેલ્લા કેટલાક વર્ષોમાં મુકાબલા રોમાંચક રહ્યાં છે. છેલ્લા સાત-આઠ વર્ષમાં બાંગ્લાદેશ એક મુશ્કેલ ટીમ બની ગઈ છે અને તેની વિરુદ્ધ જીતવું સરળ નથી.


તેણે કહ્યું- અમારે તેને હરાવવા માટે સારી રમત રમવી પડશે. ટી20 વિશ્વકપમાં મેચ રોમાંચક હતી અને 2015માં અમે સિરીઝ હારી ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube