PAK vs ENG: જો રૂટે જેક લીચની ટાલ પર બોલ ઘસીને ચમકાવ્યો, જુઓ વીડિયો
PAK vs ENG: પાકિસ્તાનની પ્રથમ ઈનિંગ દરમિયાન ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટે ટીમના સ્પિનર જેક લીચના માથા પર બોલ ઘસ્યો. માથા પર ટાલ ધરાવતા લીચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Trending Photos
રાવલપિંડીઃ યજમાન પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે જારી ત્રણ ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો ડ્રો તરફ આગળ વધી રહ્યો છે. જે પિચ પર મેચ ચાલી રહી છે ત્યાં બોલરોને કોઈ મદદ મળી રહી નથી. એવી પાટા વિકેટ પર બંને ટીમ રનનો ઢગલો કરી રહી છે. ત્રીજા દિવસે પહેલી ઈનિંગમાં અત્યાર સુધી સાત બેટરોએ સદી ફટકારી છે, જ્યારે પાકિસ્તાનની હજુ ચાર વિકેટ બાકી છે. આવી પિચ પર વિકેટ મેળવવા માટે ઈંગ્લેન્ડના સ્ટાર બેટર જો રૂટે એક ખાસ પ્લાન બનાવ્યો, જેને જોયા બાદ તમે તમારૂ હાસ્ય રોકી શકશો નહીં. વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન જો રૂટ બોલને ડાબા હાથના સ્પિનર જેક લીચના માથા પર ઘસવા લાગ્યો. આ ઘટના 72મી ઓવર બાદની છે. લીચે ધૈર્યપૂર્વક રૂટને પોતાના માથા પર પરસેવાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. આવીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પાનેસરે પણ બાર્મી આર્મી દ્વારા શેર કરાયેલા વીડિયો પર કોમેન્ટ કરતા કહ્યું કે, બોલ ચમકાવવાની આ સૌથી સારી રીત છે.
The new way to shine the ball 😅 #PAKvENG pic.twitter.com/YTdQaOrcEN
— ESPNcricinfo (@ESPNcricinfo) December 3, 2022
જેક લીચને મળી બે સફળતા
પાર્ટ ટાઇમ બોલર અને ડેબ્યૂટેન્ટ વિલ જૈક્સે ઇમામ-ઉલ-હક અને અબ્દુલ્લા શફીક વચ્ચે 225 રનની ભાગીદારી તોડી, ત્યારબાદ જેક લીચ ઈંગ્લેન્ડનો સ્ટાર બોલર બન્યો, જેને વિકેટ મળી. લીચે ઇમામ અને અઝહર અલીને આઉટ કર્યાં હતા.
લાળ કે થૂક પર લાગી ચુક્યો છે પ્રતિબંધ
કોરોના મહામારી બાદ ક્રિકેટના નિયમોમાં ઘણા ફેરફાર આવ્યા છે. તેમાંથી એક છે બોલ ચમકાવવાની રીતે. હવે લાળ કે થૂક પર પ્રતિબંધ લાગી ચુક્યો છે. રિવર્સ સ્પિંગ માટે જો તમે લાલ બોલ ચમકાવવા ઈચ્છો છો તો માત્ર પરસેવાનો ઉપયોગ કરી શકો છો. તેવામાં બોલર કેપ્ટન હવે હાથના પાણી, માથાના પરસેવાનો ઉપયોગ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે