IND vs ENG 3rd Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ હાલમાં 1-1થી બરાબર છે. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને 28 રનથી હરાવ્યું હતું. પછી ટીમ ઈન્ડિયા વિશાખાપટ્ટનમમાં વાપસી કરતા બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવીને સીરિઝ 1-1થી બરાબર કરી લીધી. રાજકોટમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની છે. ઈંગ્લેન્ડના 3 ખેલાડીઓ છે જેમને ખામોશ કરીને ભારત ત્રીજી ટેસ્ટ જીતી શકે છે. આવો એક નજર કરીએ ઈંગ્લેન્ડના ત્રણ ખતરનાક ખેલાડીઓ પર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ભરતી મેળો ચાલુ છે આવવું હોય તો આવી જાઓ, ઘણાને આવવું છે પણ ઘણું બધુ જોઈએ છે'


1. બેન સ્ટોક્સ
રાજકોટમાં ટીમ ઈન્ડિયાને સૌથી મોટો ખતરો ઈંગ્લેન્ડના હાલના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સથી થઈ શકે છે. બેન સ્ટોક્સે ભારત સામેની ટેસ્ટ શ્રેણીની ચાર ઇનિંગ્સમાં કુલ 134 રન બનાવ્યા છે. બેન સ્ટોક્સ દુનિયાના કોઈપણ ખૂણે તેની અત્યંત વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. જો બેન સ્ટોક્સ ચાલે છે તો તે એક જ સેશનમાં ટેસ્ટ મેચની સ્થિતિ અને દિશા બદલી શકે છે. બેન સ્ટોક્સે ઈંગ્લેન્ડ માટે 99 ટેસ્ટ મેચોમાં 36.34ની એવરેજથી 6251 રન બનાવ્યા છે. બેન સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટમાં 13 સદી અને 31 અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં બેન સ્ટોક્સનો સર્વશ્રેષ્ઠ સ્કોર 258 રન છે. બેન સ્ટોક્સે તેની ટેસ્ટ કારકિર્દીમાં એક વખત બેવડી સદી ફટકારી છે. આ સિવાય બેન સ્ટોક્સે 99 ટેસ્ટ મેચમાં 197 વિકેટ પણ લીધી છે.


વસંત પંચમીના દિવસે પીળા રંગનુ છે વિશેષ મહત્વ,આ ઉપાયો કરશો તો થશે દરેક મનોકામના પૂર્ણ


2. જો રૂટ
રાજકોટમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતને સૌથી મોટો ખતરો ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને મહાન ક્રિકેટર જો રૂટ તરફથી હશે. ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટનો રેકોર્ડ ઘણો સારો છે. જો રૂટ જ્યારે પણ ભારત સામે ટેસ્ટ મેચ રમે છે ત્યારે તે શાનદાર પ્રદર્શન કરવામાં ક્યારેય નિષ્ફળ જતા નથી. જો રૂટે પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં બેટથી માત્ર 31 રન જ બનાવ્યા હતા, પરંતુ તેણે જરૂરતના સમયે પોતાની ટીમ માટે બોલ વડે એટલું જબરદસ્ત પ્રદર્શન કર્યું કે ઇંગ્લેન્ડે હૈદરાબાદમાં ઐતિહાસિક જીત નોંધાવી. હૈદરાબાદ ટેસ્ટમાં જો રૂટે ભારત સામે પ્રથમ દાવમાં 29 ઓવર નાંખી અને 79 રન આપ્યા અને 4 વિકેટ લીધી.


Success Story: હજારો કરોડની કંપની છોડી, આ મહિલા કારોબારી પાસે 23000 કરોડની સંપત્તિ


જો રૂટે બીજી ઇનિંગમાં 22 રનના વ્યક્તિગત સ્કોર પર કેએલ રાહુલને આઉટ કર્યો હતો. જો રૂટે ઈંગ્લેન્ડ માટે 137 ટેસ્ટ મેચમાં 49.64ની એવરેજથી 11468 રન બનાવ્યા છે. જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં 30 સદી અને 60 અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટનો સર્વશ્રેષ્ઠ સ્કોર 254 રન છે. જો રૂટે તેની ટેસ્ટ કારકિર્દીમાં પાંચ વખત બેવડી સદી પણ ફટકારી છે. જો રૂટે વર્ષ 2021માં ભારતમાં રમાયેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 368 રન બનાવ્યા હતા. જો કે ભારત સામેની ટેસ્ટ શ્રેણીની ચાર ઇનિંગ્સમાં જો રૂટ માત્ર 52 રન જ બનાવી શક્યો છે.


વસંત પંચમી પર દુર્લભ સંયોગ, આ 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, મળશે ઉંચુ પદ-પ્રતિષ્ઠા


3. ઓલી પોપ
ભારતીય ચાહકો ઓલી પોપને લાંબા સમય સુધી ભૂલી શકશે નહીં. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઓલી પોપે બીજી ઇનિંગમાં 196 રન બનાવીને મેચનો પલટો ફેરવી દીધો હતો. ઓલી પોપની આ ઈનિંગના કારણે ઈંગ્લેન્ડની ટીમે હૈદરાબાદ ટેસ્ટમાં ભારતને 28 રનથી હરાવ્યું હતું. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઓલી પોપનું બેટ શાંત રહ્યું હતું. વિશાખાપટ્ટનમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં ઓલી પોપ માત્ર 46 રન જ બનાવી શક્યો હતો. 


હારીજના મામલતદારનું કચેરી પરથી નીચે પટકાતાં મોત : હત્યા, અકસ્માત કે આત્મહત્યા?


જોકે, ભારતીય ટીમે ઓલી પોપથી સાવધાન રહેવાની જરૂર છે. ઓલી પોપે ઈંગ્લેન્ડ માટે 40 ટેસ્ટ મેચમાં 36.05ની એવરેજથી 2379 રન બનાવ્યા છે. ઓલી પોપે ટેસ્ટ ક્રિકેટમાં 5 સદી અને 11 અડધી સદી ફટકારી છે. ઓલી પોપનો ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 205 રન છે. ઓલી પોપે પોતાની ટેસ્ટ કારકિર્દીમાં એક વખત બેવડી સદી ફટકારી છે.