Success Story: હજારો કરોડની કંપની છોડી, આજે આ મહિલા કારોબારી પાસે 23000 કરોડની સંપત્તિ
TAFE Tractor: જાણિતા ઉદ્યોગપતિ હોવા ઉપરાંત મલ્લિકા શ્રીનિવાસન એજીસીઓ, ટાટા સ્ટીલ અને ટાટા ગ્લોબલ બેવરેજિસના બોર્ડમાં તેમજ ચેન્નાઈમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) અને હૈદરાબાદના ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (ISB)ના એક્ઝિક્યુટિવ બોર્ડમાં છે.
Trending Photos
Mallika Srinivasan Success Story: આજે અમે તમને એક ભારતીય મહિલાની કહાની જણાવી રહ્યા છીએ જે 10,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી ટ્રેક્ટર ઉત્પાદક બની ગઈ છે. આ કહાની છે ભારતીય અબજોપતિ વેણુ શ્રીનિવાસનની પત્ની મલ્લિકા શ્રીનિવાસનની. પોતાની મહેનતથી તેણે કંપનીને નવી ઉંચાઈઓ પર પહોંચાડી છે. આટલું જ નહીં તેણે આખી દુનિયાને બતાવી દીધું કે મહિલાઓ પણ પુરૂષોની સાથે કદમતાલ કરવા માટે તૈયાર છે. તાજેતરના અહેવાલો અનુસાર, મલ્લિકા શ્રીનિવાસને સ્વિગીના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટરના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
Ravindra Jadejaના પિતાએ રિવાબાને ગણાવ્યા સ્વાર્થી, 4 વાતોના લીધે વહુ બની જાય છે વિલન
Multibagger Stock: 5 વર્ષમાં 28 ગણા રૂપિયા,રોકાણકારોને લાગી લોટરી, પેની સ્ટોકનો કમાલ
સ્કૂલ ટાઇમમાં હંમેશા અભ્યાસમાં અવલ્લ
1959માં જન્મેલી મલ્લિકા શ્રીનિવાસન (Mallika Srinivasan) તેમના સ્કૂલના સમયમાં હંમેશા અભ્યાસમાં ટોપ રહી હતી. યુનાઇટેડ સ્ટેટ્સની પેન્સિલવેનિયા યુનિવર્સિટીની વોર્ટન સ્કૂલમાંથી એમબીએ કરતા પહેલા તેણે મદ્રાસ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. મલ્લિકા 1986માં ફેમિલી બિઝનેસમાં જોડાઈ હતી. તેમના પારિવારિક વ્યવસાયની શરૂઆત સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ એસ અનંતરામક્રિષ્નન દ્વારા કરવામાં આવી હતી. ચેન્નાઈને 'ડેટ્રોઈટ ઓફ ઈન્ડિયા'માં પરિવર્તિત કરવા માટે તેઓ મોટાભાગે જવાબદાર છે.
PF એકાઉન્ટમાં પિતાનું નામ ખોટું છે તો શું ઓનલાઇન સુધરી જશે? અહીં જાણી લો પ્રોસેસ
આખા અઠવાડિયાની શાકભાજી આવી જાય એટલા મોંઘા અમેરિકામાં બટાકા, કિંમત જાણી ચોંકી જશો
પદ્મશ્રીથી પણ સન્માનિત
ટ્રેક્ટર બ્રાન્ડ TAFEની સફળતા બાદ 64 વર્ષની મલ્લિકા શ્રીનિવાસન 'ટ્રેક્ટર ક્વીન' તરીકે ઓળખાવા લાગી. બિઝનેસમાં સફળતા અને કંઈક અલગ કરવા બદલ તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તે એવી કેટલીક મહિલાઓમાંની એક છે જેમનું નામ પીઢ મહિલા ઉદ્યોગપતિઓમાં સામેલ છે. તેમણે રૂ. 10,000 કરોડથી વધુના ટર્નઓવર સાથે કંપનીને વિશ્વની ત્રીજી સૌથી મોટી ટ્રેક્ટર ઉત્પાદક બનાવવામાં મદદ કરી.
IND vs ENG: ધોનીનો મહારેકોર્ડ તૂટવાની તૈયારી, રાજકોટના મેદાન પર ઇતિહાસ રચશે રોહિત
કોપરેલ અને ફટકડી મિક્સ કરી લગાવશો તો સફેદ વાળમાંથી મળશે મુક્તિ, જાણો બીજા ઘણા ફાયદા
જાણિતા ઉદ્યોગપતિ હોવા ઉપરાંત મલ્લિકા શ્રીનિવાસન એજીસીઓ, ટાટા સ્ટીલ અને ટાટા ગ્લોબલ બેવરેજિસના બોર્ડમાં તેમજ ચેન્નાઈમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) અને હૈદરાબાદના ઈન્ડિયન સ્કૂલ ઑફ બિઝનેસ (ISB)ના એક્ઝિક્યુટિવ બોર્ડમાં છે. તેમણે તાજેતરમાં સ્વિગીના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટરના પદ પરથી રાજીનામું આપ્યું છે. સ્વિગીની કિંમત 68918 કરોડ રૂપિયા હતી. તેઓ 2.84 બિલિયન ડોલર (રૂ. 23,625.96 કરોડ)ની કુલ સંપત્તિ સાથે અમીર ભારતીયોની યાદીમાં 83માં નંબરે છે.
સ્ત્રી અને પુરૂષની યૌન શક્તિ વધારવા માટે અક્સીર આ ઔષધિ, આ રીતે લો 1 થી 3 ગ્રામ
વિશ્વમાં સૌથી નફાકારક છે આ ખેતી, પૈસાનો થશે વરસાદ! સિઝન આવે તે પહેલાં કરી લો તૈયારી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે