અમદાવાદઃ ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં પિંક બોલ ટેસ્ટમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 112 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારતીય બોલરોનો દબદબો જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડના તમામ બેટ્સમેન ભારતીય સ્પિનરો સામે રમવામાં નિષ્ફળ રહ્યાં હતા. તો પોતાના ઘરઆંગણે પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા અક્ષર પટેલ (Axar patel) એ દમદાર પ્રદર્શન કરતા છ વિકેટ ઝડપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૂર્વ ક્રિકેટર આશીષ નેહરા (Ashish Nehra) એ કહ્યું કે ભારતને ઇગ્લેંડ (England) ના ફાસ્ટ બોલરોનો સામનો કરતી વખતે સાવધાની રાખવી જોઇએ કારણ કે તેમનામાં ''મોટું નુકસાન' કરવાની ક્ષમતા છે. સ્ટાર સ્પોર્ટસના શો ક્રિકેટ કનેક્ટેડમાં વાતચીત કરતાં ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાએ જણાવ્યુ હતું કે પીંક બોલ ટેસ્ટમાં ઈંગ્લેન્ડ (England)  નો ફાસ્ટ એટેક ભારત માટે કેવી રીતે પડકાર ઉભો કરી શકે છે. 

Motera Stadium Records: 2011માં કાંગારુંને ધૂળ ચટાવી મોટેરા સ્ટેડિયમમાં સર્જાયો હતો રેકોર્ડ


તેમણે કહ્યું કે “હા ત્રણેય ફાસ્ટ બોલર” (જેમ્સ એન્ડરસન, ઝોફ્રા આર્ચર અને સ્ટુઅર્ટ બ્રોડ). તમે બે ખરેખર અનુભવી ફાસ્ટ બોલરની વાત કરી, મારા મતે આમાંનો એક ખૂબ જ કુશળતા ધરાવે છે. તે છે જોફ્રા આર્ચર, આ ત્રણ બોલર ઉપરાંત તમારી સામે ક્રીસ વોકસ પણ છે. ઑલી સ્ટોન પણ સારો દેખાઈ રહ્યો છે. તે પછી તમારી પાસે માર્ક વુડ છે, તે પાછો ફર્યો છે. આથી ઈંગ્લેન્ડ (England) ની ટીમની વાત કરીએ તો પેસ બોલરોની કોઈ તંગી નથી. પરંતુ પીંક બોલ સ્વીંગ પણ લેશે તે એક સવાલ  છે, અને વિકેટ કેવા પ્રકારની હશે ? 


જો આ વિકેટ ઝડપી બોલર્સ માટે ઉપયોગી હશે તો આ બોલર્સ મોટુ નુકશાન કરી શકે તેમ છે. પરંતુ તેનો ખ્યાલ તો સમય જતાં જ આવશે. તેમની પાસે જે પ્રતિભાઓ છે, જો વિકેટમાં દમ હશે તો આ બધા ખેલાડી ખૂબ જ ઉપયોગી નિવડશે. જો વિકેટ પાસેથી ખાસ મદદ મળી શકે તેમ ન હોય તો પણ આપણે (પ્રથમ ટેસ્ટ મેચમાં) જોયુ છે કે એન્ડરસન જેવા બૉલર્સ શું કરી શકે છે. 

IND VS ENG: ઇશાંત શર્માનું દર્દ 'ધોનીએ કહ્યું હતું લંબૂ તે મને અંતિમ ટેસ્ટમાં વચ્ચે છોડી દીધો'


સ્ટુઅર્ટ બ્રોડ લાંબા સ્પેલ નાખીને બેટસમેન માટે તકલીફ ઉભી કરી શકે તેમ છે. તેને હજુ સારી ટેસ્ટ મેચ મળી નથી. તે પ્રથમ ટેસ્ટ રમ્યો છે, પરંતુ એકંદરે જ્યારે ફાસ્ટ બોલિંગ ની વાત કરીએ તો પ્રતિભાઓ, ફાયર પાવરની કોઈ ઉણપ નથી. તેથી ભારતે ફાસ્ટ બોલરને મદદ કરતી ના હોય તેવી વિકેટ ઉપર પણ કાળજી રાખવાની જરૂર છે.”


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube