IND vs ENG: ભારત વિરુદ્ધ 72 વર્ષ બાદ બન્યો આ રેકોર્ડ, સ્પિનર હાર્ટલેએ મેળવી મોટી સિદ્ધિ
ઈંગ્લેન્ડનો સ્પિનર ટોમ હાર્ટલે પર્દાપણ મેચમાં પાંચ વિકેટ લેનાર ઈંગ્લેન્ડનો ચોથો સ્પિનર બની ગયો છે. ભારત વિરુદ્ધ બીજીવાર આવું થયું છે જ્યારે ઈંગ્લેન્ડના સ્પિનરે તમામ વિકેટ ઝડપી હોય.
હૈદરાબાદઃ પર્દાપણ મેચમાં ડાબા હાતના સ્પિનર ટોમ હાર્ટલેના જાદુઈ સ્પેલથી ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટમાં ભારત પર 28 રનની યાદગાર જીતથી પાંચ મેચની સિરીઝમાં 1-0ની લીડ હાસિલ કરી છે. ઈંગ્લેન્ડના સ્પિનર હાર્ટલેએ મેચ દરમિયાન ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે. ઈંગ્લેન્ડે ભારતને જીત માટે 231 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ હાર્ટલેએ પોતાના સ્પિનમાં ફસાવી ભારતીય ટીમને 69.2 ઓવરમાં 202 રને ઓલઆઉટ કરી દીધી હતી. ઈંગ્લેન્ડના સ્પિનર હાર્ટલેએ બીજી ઈનિંગમાં કુલ સાત વિકેટ ઝડપી હતી.
ડાબા હાથના સ્પિનર ટોમ હાર્ટલેએ બીજી ઈનિંગમાં 26.2 ઓવરમાં 62 રન આપી સાત સફળતા મેળવી હતી. તેણે પ્રથમ ટેસ્ટમાં કુલ 193 રન આપી નવ વિકેટ ઝડપી, જે 1945 બાદ ટેબ્યૂ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના કોઈ સ્પિનર માટે સૌથી સારો આંકડો છે. 1950માં ઈંગ્લેન્ડના સ્પિનર રોબર્ટ બેરીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 116 રન આપી નવ વિકેટ લીધી હતી.
આ પણ વાંચોઃ રોહિત શર્માના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, પ્રથમવાર ટેસ્ટ ક્રિકેટમાં મળી આવી હાર
હાર્ટલે આ સદીમાં ડેબ્યૂ ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપનાર ચોથો સ્પિનર પણ બની ગયો છે. આ પહેલા આદિલ રાશિદે પાકિસ્તાન વિરુદ્ધ 2015માં 64 રન આપી પાંચ વિકેટ લીધી હતી. વિક જેક્સે પાકિસ્તાન વિરુદ્ધ 2022માં 161 રન આપી છ સફળતા મેળવી હતી. રેહાન અહમદે તે સિરીઝમાં 48 રન આપી પાંચ બેટરોને આઉટ કર્યા હતા.
ભારત વિરુદ્ધ બીજીવાર ઈંગ્લેન્ડના સ્પિનરોએ કુલ 19 વિકેટ ઝડપી હતી, જ્યારે ફાસ્ટ બોલરને કોઈ સફળતા મળી નહીં. આ પહેલા 1947 બાદ ટેસ્ટ ફોર્મેટમાં ઈંગ્લેન્ડના સ્પિનરોએ 1952માં કાનપુર મેચમાં ભારત વિરુદ્ધ 20 વિકેટ ઝડપી હતી. ચાર વર્ષ બાદ તેણે આ સિદ્ધિ ફરી હાસિલ કરી પરંતુ આ વખતે તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1956માં માન્ચેસ્ટર ટેસ્ટમાં આ કારનામું કર્યું હતું. ત્રીજીવાર ઈંગ્લેન્ડ ટીમના સ્પિનરોએ શ્રીલંકા વિરુદ્ધ 2018માં 20 વિકેટ ઝડપી હતી.