IND vs ENG: KL Rahul પર ઇંગ્લેન્ડના ફેન્સે ફેંક્યા બોટલના ઢાકણાં, લાલઘૂમ થયેલા Virat Kohli એ આપ્યું આવું રિએક્શન
ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં લાંબા સમય બાદ સ્ટેડિયમમાં ફેન્સને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. ઇગ્લિશ ફેન્સ (Eng fans) હંમેશા વિરોધી ટીમ સાથે ખરાબ વર્તન કરે છે
નવી દિલ્હી: ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં લાંબા સમય બાદ સ્ટેડિયમમાં ફેન્સને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. ઇગ્લિશ ફેન્સ (Eng fans) હંમેશા વિરોધી ટીમ સાથે ખરાબ વર્તન કરે છે. પરંતુ લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી પાંચ મેચની સિરીઝની બીજી ટેસ્ટમાં આ ફેન્સે તમામ હદ પાર કરી દીધી છે.
રાહુલ સાથે ગેરવર્તન
લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે ઈંગ્લિશ ફેન્સે (Eng fans) ખૂબ જ શરમજનક કૃત્ય કર્યું છે. સ્ટેન્ડમાં બેઠેલા ઈંગ્લેન્ડના ફેન્સે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા ટીમ ઈન્ડિયાના (Team India) સ્ટાર ખેલાડી કેએલ રાહુલ (KL Rahul) સાથે ગેરવર્તન કર્યું છે. ખરેખર ફેન્સે કેએલ રાહુલ પર દારૂની બોટલોના કેપ ફેંકવાનું શરૂ કર્યું. જે બાદ રાહુલે ટીમના કેપ્ટન વિરાટ કોહલીને (Virat Kohli) પણ આ ઘટનાની ફરિયાદ કરી હતી.
આ પણ વાંચો:- સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રપતિએ કહ્યું- જમ્મુ કાશ્મીરમાં દેખાય છે નવ-જાગરણ
ગુસ્સામાં જોવા મળ્યો વિરાટ કોહલી
રાહુલ સાથે ગેરવર્તન વિશે જ્યારે કેપ્ટન વિરાટ કોહલીને ખબર પડતા જ તેણે ખૂબ જ ગુસ્સે ભરેલી પ્રતિક્રિયા આપી. કોહલી આ ઘટનાથી બિલકુલ ખુશ ન લાગ્યો અને રાહુલને કેપ ઉપાડીને પ્રેક્ષકો પર ફેંકવા કહ્યું. આ ઘટનાને જોઈ કોમેન્ટેટર પણ ખુશ ન હતા અને તેઓએ આ ફેન્સની ટીકા પણ કરી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
સારા સમાચાર! કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં આવ્યા 28% DA ના પૈસા, ચેક કરો તમારું સ્ટેટસ
વિરાટે અમ્પાયરોને પણ કરી હતી ફરિયાદ
સમાચારથી એ પણ સામે આવ્યું છે કે વિરાટ કોહલીએ પણ આ આખી ઘટના અંગે મેદાન પરના અમ્પાયરોને ફરિયાદ કરી છે. પરંતુ અમ્પાયરોએ આ બાબતે કોઈ કાર્યવાહી કરી નથી. મેચની વાત કરીએ તો બે દિવસ સુધી ટીમ ઇન્ડિયાની સ્થિતિ ઘણી સારી હતી. ટીમ ઈન્ડિયાએ કેએલ રાહુલની શાનદાર સદી અને રોહિત શર્માની શાનદાર અડધી સદીના આધારે પ્રથમ બેટિંગમાં 364 રન બનાવ્યા હતા. જવાબમાં દિવસની રમતના અંત સુધી ભારતે ઇંગ્લેન્ડના ત્રણ બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. પરંતુ ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના બેટ્સમેનો ઉગ્ર રમી રહ્યા છે અને કેપ્ટન જો રૂટે પણ પોતાની સદી પૂરી કરી છે. આ સાથે જ જોની બેયરસ્ટોએ પણ અડધી સદી ફટકારી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube