નવી દિલ્હી: ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝની આજેથી પહેલી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. આજે પહેલા દિવસની રમતના અંતે ભારતીય ટીમનો સ્કોર 21/0 હતો. આજે મેચના પહેલા દિવસે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. ભારતીય ટીમના બોલરોએ શાનદાર બોલિંગ કરી અને પહેલી ઇનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ 64.4 ઓવરમાં 183 રને સમેટાઈ ગઈ. ભારત તરફથી પહેલી ઈનિંગમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ 4 વિકેટ લીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીમ ઈન્ડિયા કોઈ પણ નુકસાન વગર 21 રન
ઈંગ્લેન્ડની ટીમ 183 રને ઓલઆઉટ થઈ જતા ટીમ ઈન્ડિયાની પ્રથમ ઈનિંગની શરૂઆત થઈ. પ્રથમ દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધીમાં ભારતીય ટીમે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર 21 રન કરી લીધા હતા. કે એલ રાહુલ (9) અને રોહિત શર્મા (9) આવતી કાલે બીજા દિવસે બેટિંગની શરૂઆત કરશે. 


ઈંગ્લેન્ડે ટોસ જીતી બેટિંગ લીધી
ભારત વિરુદ્ધ પહેલી મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પણ આ નિર્ણય આકરો સાબિત થયો કારણ કે ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી. આખી ટીમ 64.4 ઓવરમાં માત્ર 183 રને પેવેલિયન ભેગી થઈ ગઈ. ભારત તરફથી સૌથી વધુ વિકેટ જસપ્રીત બુમરાહે 4 વિકેટ લીધી. જ્યારે શમીએ 3 વિકેટ, શાર્દુલ ઠાકુરે 2 અને મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube