રાજકોટમાં `રાજા` બનશે અર્શદીપ? નિશાના પર છે મહારેકોર્ડ, આ બોલરને રેકોર્ડ ખતરામાં!

Arshdeep Singh India vs England: ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટી20 મેચોની સીરિઝના ત્રીજા મુકાબલામાં ભારતીય ટીમ આજે રાજકોટમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા સીરિઝમાં 2-0થી આગળ અને તેની નજર 3-0થી અજેય લીડ હાંસિલ કરવા પર રહેશે.
Arshdeep Singh India vs England: ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 ટી20 મેચોની સીરિઝના ત્રીજા મુકાબલામાં ભારતીય ટીમ આજે રાજકોટમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા સીરિઝમાં 2-0થી આગળ અને તેની નજર 3-0થી અજેય લીડ હાંસિલ કરવા પર છે. સીરિઝમાં ભારતીય ફાસ્ટ બોલરની આગેવાની અર્શદીપ સિંહ કરી રહ્યા છે. તે આ ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. હવે રાજકોટમાં આજે તેની પાસે ઈતિહાસ રચવાનો મોકો છે.
અર્શદીપ લગાવશે શતક
અર્શદીપે આ સીરિઝની 2 મેચોમાં 3 વિકેટ લીધી છે. ત્રીજી ટી20 મેચમાં જો પંજાબના આ ડાબોડી ફાસ્ટ બોલરે ઓછામાં ઓછી બે વિકેટ લીધી તો નવો રેકોર્ડ બની જશે. અર્શદીપ ટી20 ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી 100 વિકેટ લેનાર ફાસ્ટ બોલર બની જશે. તે પાકિસ્તાનના હારિસ રાઉફનો રેકોર્ડ તોડશે.
સ્પેશિયલ લિસ્ટમાં નોંધાશે નામ
હારિસે અત્યાર સુધી 79 મેચોમાં 100 વિકેટ લીધી છે. તેમણે 71 મેચોમાં જ 100 વિકેટ પુરી કરી લીધી હતી. અર્શદીપે અત્યાર સુધી 62 મેચોમાં 98 વિકેટ લીધી છે. તે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૈૌથી ઓછી મેચોમાં 100 વિકેટ લેનાર ફાસ્ટ બોલર બની શકે છે. ઓવરઓલ રેકોર્ડ જોઈએ તો ટી20માં સૌથી ફાસ્ટ 100 વિકેટ લેનાર બોલર (સ્પિનર અને ફાસ્ટ બોલર મળીને)નો રેકોર્ડ અફગાનિસ્તાનના મુખ્ય સ્પિનર અને ટી20 કેપ્ટનન રાશિદ ખાનના નામે છે.
હસરંગાની બરાબરીનો મોકો
26 વર્ષીય સ્પિનર રાશિદે પોતાની 53મી મેચમાં જ 100 વિકેટનો આંકડો પાર કર્યો હતો. રાશિદ પછી નેપાળનો સંદીપ લામિછાને છે, જેણે પોતાની 54મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. જો અર્શદીપ મંગળવારે બે વિકેટ લેવામાં સફળ રહેશે તો તે 63મી મેચમાં પોતાની 100મી વિકેટ લેનાર શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગાની બરાબરી કરશે.
અર્શદીપ રચશે ઇતિહાસ
મંગળવારે બે વિકેટ લઈને અર્શદીપ ટી-20માં 100 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર પણ બની જશે. સિરીઝની ત્રીજી મેચ દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા પાસે પણ ટી20માં ભારતનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવાની તક હશે. 100 થી વધુ T20 મેચ રમનાર ત્રણ ભારતીય ક્રિકેટરોમાંથી એક હાર્દિકના નામે 92 વિકેટ છે. યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડવા માટે તેને વધુ પાંચ વિકેટની જરૂર છે.
ભારત માટે સૌથી વધુ ટી20 વિકેટ ઝડપનાર બોલર
- અર્શદીપ સિંહ- 62 મેચ- 98 વિકેટ
- યુઝવેન્દ્ર ચહલ – 80 મેચ – 96 વિકેટ
- હાર્દિક પંડ્યા- 111 મેચો- 92 વિકેટ
- ભુવનેશ્વર કુમાર- 87 મેચો- 90 વિકેટ
- જસપ્રીત બુમરાહ- 70 મેચો- 89 વિકેટ.