નવી દિલ્હીઃ વિશ્વ કપમાં ભારતની શરૂઆતી બે મેચ બાદ શિખર ધવન ઈજાગ્રસ્ત થઈને ટીમની બહાર છે, તેવામાં રોહિત શર્માની સાથે ઈનિંગની શરૂઆત કરવાની જવાબદારી રાહુલે ઉઠાવી હતી. પાકિસ્તાન વિરુદ્ધ બંન્નએ પહેલીવાર ટીમ ઈન્ડિયા માટે વનડેમાં ઈનિંગની શરૂઆત કરી હતી. રાહુલની સાથે પોતાની ઓપનિંગ ભાગીદારીને લઈને રોહિતે કેટલિક મહત્વની વાત કરી છે. રોહિત વિશ્વકપમાં વિશ્વ કપની બાકીની મેચોમાં રાહુલની સાથે તે તાલમેલ બેસાડવા ઈચ્છે છે, જે તેનો શિખર સાથે રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધવનની ઈજાને કારણે રાહુલને વિશ્વ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ રોહિતની સાથે ઈનિંગની શરૂઆત કરવી પડી હતી. રોહિતે રાહુલને પહેલી સ્ટ્રાઇક લેવા દીધી જ્યારે ધવન હોય તો તે પોતે આમ કરે છે. તેણે કહ્યું, 'કેએલ રાહુલને સ્ટ્રાઇક લેવી પસંદ છે અને મે તેને આપી કારણ કે હું ઈચ્છતો હતો કે તે સહજ થઈને પોતાના હિસાબથી રમે. તે ઓપનિંગ બેટ્સમેનના રૂપમાં અહીં પહેલી મેચ રમી રહ્યો હતો અને હું તેને સહજ કરવા ઈચ્છતો હતો.'


સરફરાઝે ટીમને કહ્યું- અપમાનનો સામનો કરવા તૈયાર રહો, પાકિસ્તાનમાં ગમે તે થઈ શકે છે 


આ પ્રકારના પડકાર આવતા રહે છે 
તેણે કહ્યું, આ પ્રકારના પડકાર આવતા રહે છે. તે બે રન લેવા ઈચ્છતો હતો અને હું એક. અમે પાકિસ્તાન વિરુદ્ધ મેચ દરમિયાન ઘણી વાતો કરી. હવે મને ખ્યાલ છે કે આગળની મેચોમાં તે ઈનિંગનો પ્રારંભ કરશે તો તાલમેલ સારો હશે. વાતચીત ખુબ જરૂરી છે કારણ કે તેનાથી બંન્નેને મદદ મળશે. રાહુલ માટે સૌથી મોટો પડકાર મોહમ્મદ આમિરનો પ્રથમ સ્પેલ રમવાનો હતો. તેણે કહ્યું, નવા બોલ ફેંકનાર કોઈપણ બોલરને સંભાળીને માપવાનો હોય છે. અમે પ્રથમ સ્પેલમાં તે જ કર્યું હતું.