સરફરાઝે ટીમને કહ્યું- અપમાનનો સામનો કરવા તૈયાર રહો, પાકિસ્તાનમાં ગમે તે થઈ શકે છે

ભારત સામે વિશ્વ કપ મેચમાં 89 રનથી પરાજય બાદ પાકિસ્તાન ક્રિકેટરોને પ્રશંસકો અને પૂર્વ ખેલાડીઓની આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. 

 સરફરાઝે ટીમને કહ્યું- અપમાનનો સામનો કરવા તૈયાર રહો, પાકિસ્તાનમાં ગમે તે થઈ શકે છે

માનચેસ્ટરઃ ભારત સામે પરાજય બાદ આલોચનાનો સામનો કરી રહેલા પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદે પોતાના સાથે ખેલાડીઓને ચેતવણી આપી છે કે, વિશ્વકપની બાકીની મેચોમાં પોતાના પ્રદર્શનમાં સુધાર નહીં લાવે તો દેશમાં વિરોધના સામનો કરવા તૈયાર રહે. ભારત સામે વિશ્વકપ મેચમાં 89 રનથી પરાજય મેળવ્યા બાદ પાકિસ્તાની ક્રિકેટરોને પ્રશંસકો અને પૂર્વ ખેલાડીઓની ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. 

પાકિસ્તાનના પાંચ મેચોમાં ત્રણ પોઈન્ટ છે. સરફરાઝે કહ્યું કે, જો આ પ્રદર્શન ચાલું રહ્યું તો પાકિસ્તાનમાં તેને વધુ અપમાન સહન કરવું પડશે. તેણે, 'ધ ન્યૂઝડોટ કોમ ડોટ પીકે'ને કહ્યું, 'જો કોઈ વિચારે છે કે હું ઘરે પરત ફરીશ તો તે મૂઢ છે. ભગવાન ન કરે તો હું માત્ર એકલો ઘરે નહીં જાવ.'

તેણે કહ્યું, ખરાબ પ્રદર્શનને ભૂલાવીને બાકીની ચાર મેચોમાં સારૂ રમવું પડશે. પાકિસ્તાનને હવે 23 જૂને દક્ષિણ આફ્રિકા સામે રમવાનું છે. ભારત સામે હાર બાદ પાકિસ્તાન ટીમની ચારેતરફથી આલોચના થઈ રહી છે. શોએબ અખ્તરે તો કેપ્ટનને મગજ વગરનો ગણાવી દીધો છે. 

કેટલાક પૂર્વ ખેલાડીઓ તે ટીમની અનફિટ કહી છે. શોએબ મલિક જેવા સીનિયર ખેલાડીઓને ટીમમાંથી બહાર કરવાની માગ કરી રહી છે. મહત્વનું છે કે, વિશ્વકપ ઈતિહાસમાં ભારતે પાકને સતત સાતમી વખત હરાવ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news