IND vs SA: અર્શદીપ-આવેશ બાદ બેટ્સમેનોએ કર્યો કમાલ, ભારતે SA ને ચટાડી ધૂળ
IND vs SA, 1st ODI: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચોની સીરીઝની પ્રથમ મેચ ભારતે 8 વિકેટે જીતી લીધી છે. ટોસ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાને બેટિંગ કરવા દેવાનો નિર્ણય ટીમ માટે ખોટો નિર્ણય સાબિત થયો હતો.
IND vs SA, 1st ODI Match Highlights: જોહાનિસબર્ગના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમમાં રમાયેલી દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડે મેચમાં ભારતે 8 વિકેટે જીત મેળવી હતી. ટોસ જીત્યા બાદ યજમાન ટીમે બેટિંગ કરવાનું પસંદ કર્યું, જે તેમના પક્ષમાં બિલકુલ ન રહ્યું. અર્શદીપ સિંહ અને અવેશ ખાનની ઘાતક બોલિંગ સામે કોઈપણ યજમાન બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 27.3 ઓવરમાં 116 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 2 વિકેટના નુકસાને 117 રન બનાવીને જીત મેળવી હતી. આ જીત સાથે ટીમ ત્રણ મેચની સીરીઝમાં 1-0થી આગળ છે.
કઢી ખાવાના 6 ગજબના ફાયદા જાણીને વિચારતા રહી જશો, આજથી જ ખાત થઇ જશો કઢી
ફક્ત સુંદરતા જ નહી આ બિમારીઓમાં મદદગાર છે સોનું, જાણો તેને પહેરવાના ફાયદા
ટીમ ઈન્ડિયા માટે પોતાની ડેબ્યૂ મેચ રમી રહેલા સાઈ સુદર્શને 55 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેના બેટમાંથી 9 ચોગ્ગા આવ્યા હતા. સુદર્શનની સાથે તિલક વર્મા 1 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. તો બીજી તરફ શ્રેયાર અય્યરે પણ શાનદાર અડધી સદી ફટકારી 52 રનની ઇનિંગ રમી હતી.
જોકે, તે વિજય પહેલા થોડા રન બનાવીને કેચ આઉટ થયો હતો. ઓપનર રૂતુરાજ ગાયકવાડ 5 રન બનાવીને આઉટ થયો હતો. બેટ્સમેનો પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ (5 વિકેટ) અને અવેશ ખાને (4 વિકેટ) શાનદાર બોલિંગ કરી હતી. તેમની સામે દક્ષિણ આફ્રિકાના 7 બેટ્સમેન બે આંકડા સુધી પણ પહોંચી શક્યા ન હતા.
શરીરની આ 3 ઉણપને દૂર કરે છે ઇંડા, જાણી લો બાફેલા ઇંડા વધુ ફાયદાકારક કે આમલેટ?
રાત્રે મોજા પહેરી પહેરીને ઉંઘવાની ટેવ હોય તો સુધારી દેજો! નહીંતર સાબિત થશે ખતરનાક
અવેશ ખાને ફરી તબાહી મચાવી
અર્શદીપ પછી અવેશ ખાને પ્રોટીયાઝ ટીમને બેક ટુ બેક આંચકા આપ્યા હતા. સ્કોરબોર્ડ પર માત્ર 52 રન હતા ત્યારે અવેશ એઈડન માર્કરામ (12)ને બોલ્ડ કર્યો હતો. આગલા જ બોલ પર આવેશે વિયાન મુલ્ડર (0)ને એલબીડબ્લ્યુ પણ કર્યો હતો. ડેવિડ મિલર (2) પણ જલ્દી જ આઉટ થઇ ગયા હતા. આવેશ ખાને તેને પણ પેવેલિયનમાં મોકલી દીધો હતો. આ રીતે, પ્રોટીઝ ટીમે કુલ 58 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.
Year Ender 2023: આ છે ગૂગલ પર વર્ષના સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા લોકો
Room Secret: 12 પછી કેમ સીધો આવે છે 14મો માળ? જાણો શું છે રહસ્ય, કારણ તો ફફડી જશો
અહીંથી એન્ડીલે ફેહલુખ્વાયોએ એક છેડો સંભાળી લીધો. તેણે કેશવ મહારાજ (4) સાથે 15 રન અને નંદ્રે બર્જર (7) સાથે 28 રન ઉમેર્યા. અવેશ ખાને કેશવ મહારાજનો પીછો કર્યો હતો. જ્યારે એન્ડીલે ફેહલુખ્વાયો (33)ને અર્શદીપે આઉટ કર્યો હતો. તબરેઝ શમ્સી 8 બોલમાં 11 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત તરફથી અર્શદીપે પાંચ, અવેશ ખાને ચાર અને કુલદીપ યાદવે એક વિકેટ ઝડપી હતી.
ગીઝર વાપરતા હોવ તો આટલી બાબતોનું ધ્યાન રાખજો, નહીંતર બોમ્બ જેવો ધડાકો તો કહેતા નહી
શિયાળામાં રાત્રે મોજા પહેરીને ઉંઘવું જોઇએ કે નહી? જાણો તેના ફાયદા અને નુકસાન
સાઈ અને શ્રેયસની શાનદાર ઈનિંગ્સ
117 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ જલ્દી જ ઓપનર ઋતુરાજ ગાયકવાડ (5)ની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી શ્રેયસ અય્યર અને સાંઈ સુદર્શન વચ્ચે 88 રનની ઝડપી ભાગીદારી થઈ હતી. શ્રેયસ અય્યર 111ના કુલ સ્કોર પર આઉટ થયો હતો. તેણે 45 બોલમાં 52 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શન 43 બોલમાં 55 રન બનાવીને તિલક વર્મા (1) સાથે અણનમ પેવેલિયન પરત ફર્યો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને માત્ર 16.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હરાવ્યું હતું.
સૌથી મોટો પ્રશ્ન.... દરરોજ કેટલો દારૂ પીવો જોઈએ ? WHOએ કર્યો મોટો ખુલાસો
ચેઈન સ્મોકર છો તો તમે એક દિવસમાં કેટલી સિગારેટ પી શકો? ડોકટરોએ આપી આ ચેતવણી