કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝનો પ્રથમ મુકાબલો રવિવારે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન શિખર ધવન સંભાળશે કારણ કે ટીમનો રેગ્યુલર કેપ્ટન વિરાટ કોહલી આ સમયે ઈંગ્લેન્ડના પ્રવાસે છે. શ્રીલંકાની કમાન દાસુન શનાકાને સોંપવામાં આવી છે. ટી20 વિશ્વકપ પહેલા આ સિરીઝ રમાઇ રહી છે. યુવા અને અનુભવી ખેલાડીઓથી બનેલી ટીમ ઈન્ડિયાનો પ્રયાસ હશે કે આ પ્રવાસની શરૂઆત જીતની સાથે કરે. તો યજમાન શ્રીલંકાની નજર પણ પોતાની નવી ટીમ સાથે સારી શરૂઆત કરવા પર હશે. શ્રીલંકાના કેમ્પમાં કોરોના કેસ સામે આવ્યા બાદ આ સિરીઝ 5 દિવસના વિલંબ બાદ શરૂ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મેચ ક્યારે અને ક્યાં રમાશે?
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રથમ મુકાબલો રવિવાર, 18 જુલાઈના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. 


આ પણ વાંચોઃ Tokyo Olympics: બસ કંડક્ટરની દિકરી ઓલિમ્પિકમાં દેખાડશે દમ, 20 કિમી રેસ વોકિંગમાં લેશે ભાગ


ક્યા સમયે શરૂ થશે મેચ?
ભારતીય સમયાનુસાર આ મેચ બપોરે 3 કલાકે શરૂ થશે. ટોસ બપોરે 2.30 કલાકે થશે. 


લાઇવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકશો?
આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ તમે સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકશે. 


લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકશો?
આ મેચની લાઇવ સ્ટ્રીમિંગ તમે સોની લિવ એપ પર જોઈ શકશો. 


ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, સંજૂ સેમસન, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube