IND vs WI : શિખર ધવન ઈજાગ્રસ્ત, ભારતને મોટો ફટકો, ટી20માંથી થયો બહાર
બીસીસીઆઈની(BCCI) મેડિકલ ટીમે મંગળવારે શિખર ધવનની(Shikhar Dhavan) ઈજાની (Injury) તપાસ કરી હતી. ટીમે સલાહ આપી છે કે, ધવનના પગમાં લેવાયેલા ટાંકા અને ઈજા સંપૂર્ણપણે સાજી થવામાં સમય લાગશે. આ કારણે જ ધવનને ટી20(T20) ટીમમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ સંજુ સેમસનનું(Sanju Samson) નામ આપ્યું છે.
મુંબઈઃ ભારત અને વેસ્ટ ઈન્ડીઝ (India vs West Indies) વચ્ચેની ટી20 શ્રેણી(T20 series) માટે ભારત માટે ખરાબ સમાચાર છે. ટીમનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન (Shikhar Dhavan) ઈજાગ્રસ્ત થઈને શ્રેણીમાંથી બહાર ફેંકાઈ ગયો છે. મુશ્તાક અલી ટૂર્નામેન્ટમાં(Mushtak Ali Tournament) મહારાષ્ટ્ર(Maharashtra) સામેની મેચમાં શિખર ધવન(Shikhar Dhavan) ઘાયલ થયો છે. વેસ્ટ ઈન્ડીઝ(West Indies) સામેની શ્રેણી 6 ડિસેમ્બરથી શરૂ થવાની છે.
ધવનની ઈજા મોટી, સાજો થવામાં લાગશે સમય
ધવનને ડાબા ઘુંટણમાં કટ લાગ્યો છે. બીસીસીઆઈની(BCCI) મેડિકલ ટીમે મંગળવારે ધવનની(Dhavan) ઈજાની (Injury) તપાસ કરી હતી. ટીમે સલાહ આપી છે કે, ધવનના પગમાં લેવાયેલા ટાંકા અને ઈજા સંપૂર્ણપણે સાજી થવામાં સમય લાગશે. આ કારણે જ ધવનને ટી20(T20) ટીમમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. બીસીસીઆઈએ સંજુ સેમસનનું(Sanju Samson) નામ આપ્યું છે.
બીસીસીઆઈએ ધવનની ઈજાને ધ્યાનમાં લઈને તેના સ્થાને બીજા ખેલાડીની જાહેરાત કરી દીધી છે. હવે ધવનના સ્થાને ટીમ ઈન્ડિયામાં સંજુ સેમસનને સામેલ કરાયો છે. સંજુ સેમસને અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે માત્ર એક જ ટી20 ઈન્ટરનેશનલમેચ રમી છે. ઝિમ્બાબ્વે સામે રમાયેલી આ મેચમાં સંજુએ માત્ર 19 રન બનાવ્યા હતા. જોકે, સંજુ આઈપીએલની સિઝનમાં સારું પ્રદર્શન કરેલું છે.
સાહાનું પણ થયું ઓપરેશન
બીજી તરફ ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ટીમના વિકેટકીપરને ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયું છે. ભારત-બાંગ્લાદેશ સામેની કોલકાતાની ટેસ્ટમાં સાહા ઈજાગ્રસ્ત થયો હતો. બીસીસીઆઈની મુંબઈ સ્થિત મેડિકલ ટીમે સાહાની તપાસ કર્યા પછી તેને સર્જરી કરાવાની સલાહ આપી છે. મંગળવારે સાહાનું ઓપરેશન થયું છે.
DPSની સંચાલિકા પૂજા મંજુલા શ્રોફની મુશ્કેલી વધી શકે છે, સરકાર કરશે ફરિયાદ... જૂઓ વીડિયો....
ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ હતી. જેમાં રોહિત શર્માને આરામ અપાયો નથી. કૃણાલ પંડ્યાને ટીમમાં સ્થાન મળ્યું નથી, તેના સ્થાને રવિન્દ્ર જાડેજાને ટીમમાં સ્થાન અપાયું છે.
વેસ્ટ ઈન્ડીઝ સામેની શ્રેણીની ટીમ ઈન્ડિયાઃ
ટી20 ટીમઃ વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ. રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ઋષભ પંત (વિકી), શિવમ દુબે, વોશિંગટન સુંદર, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચાહર, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube