સેન્ટ જોન્સ(એન્ટીગા): વેસ્ટ ઈન્ડીઝે(West Indies) ભારત સામે આગામી મહિના યોજાનારી ટી20 (T20) અને વનડે(One Day) શ્રેણીની(Searies) ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમની આગેવાની ઓલરાઉન્ડર કિરોન પેલોર્ડ (Kiron Pollard) કરશે. આન્દ્રે રસેલ(Andre Rassell) અને ક્રિસ ગેલને (Cris Gail) આ શ્રેણીમાં ટીમમાં સ્થાન મળ્યું નતી. બંને ટીમ વચ્ચેની શ્રેણીની શરૂઆત ટી20 મેચ પહેલા થશે. પ્રથમ ટી20 મેચ 6 ડિસેમ્બરના રોજ રમાશે. વેસ્ટ ઈન્ડીઝની ટીમ અત્યારે લખનઉમાં અફઘાનિસ્તાન સામે ટેસ્ટ મેચ રમી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેસ્ટ ઈન્ડીઝના(West Indies) હેડ કોચે(Coach) જણાવ્યું કે, 'અમે બંને ફોર્મેટમાં ત્રણ-ત્રણ મેચ રમીશું. આથી અમારી ઈચ્છા છે કે બધા જ ખેલાડીઓને પુરતી તક મળે. ભારતની(Indian Team) ટક્કર લેવી અમારા માટે આસાન નહીં હોય. જોકે, આમ કહીને અફઘાનિસ્તાનની (Afghanistan) ટીમને પણ હું નબળી નથી આંકી રહ્યો.'


India vs West Indies: ભારતીય ટીમની જાહેરાત, શમી-ભુવીની વાપસી


વેસ્ટ ઈન્ડીઝ ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે, કીરોન પોલાર્ડ કેરેબિયન ટીમની કેપ્ટનશીપ ચાલુ રાખશે. આન્દ્રે રસેલ ઈજાના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર છે. આથી તેઓ ભારત આવી શકશે નહીં ક્રિસ ગેલે અગાઉ જ જાહેરાત કરી હતી કે તે ભારત સામેની શ્રેણીમાં નહી રમે. 


ટી20 ટીમઃ
કીરોન પોલાર્ડ (કેપ્ટન), ફેબિયન એલેન, શેલ્ડન કોટ્રેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, કીમો પોલ, બ્રેન્ડન કિંગ, એવિન લુઈસ, ખેરી પિયરે, નિકોલસ પૂરન, દિનેશ રામદીન, શેરફેન રધરફોર્ડ, લેન્ડલ સિમન્સ, કેસરિક વિલિયમ્સ, હેડન વોલ્સ જુનિયર. 


MS Dhoni : શું તમે જાણો છો ભારતના સૌથી સફળ કેપ્ટનની કારકિર્દીની બે યાદગાર ક્ષણ વિશે?


વનડે ટીમઃ
કીરોન પોલાર્ડ(કેપ્ટન), સુનીલ અંબરીશ, રોસ્ટન ચેઝ, શેલ્ડ કોટ્રેલ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, એવિન લુઈસ, કીમો પોલ, ખેરી પિયરે, નિકોલસ પૂરન, રોમેરિયો શેફર્ડ, હેડન વોલ્સ જુનિયર. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....