India vs West Indies: ભારતીય ટીમની જાહેરાત, શમી-ભુવીની વાપસી

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 અને વનડે સિરીઝ માટે ગુરુવારે પસંદગીકારોએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ બંન્ને સિરીઝ માટે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને સ્થાન મળ્યું નથી.

India vs West Indies: ભારતીય ટીમની જાહેરાત, શમી-ભુવીની વાપસી

કોલકત્તાઃ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી20 અને વનડે સિરીઝ માટે ગુરુવારે પસંદગીકારોએ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે, પરંતુ બંન્ને સિરીઝ માટે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને સ્થાન મળ્યું નથી. સીમિત ઓવરના વાઇસ કેપ્ટન રોહિત શર્માને બંન્ને સિરીઝમાં રાખવામાં આવ્યો છે. પહેલા તેને સિરીઝથી આરામ આપવાની વાત સામે આવી હતી. 

બાંગ્લાદેશ બાદ ટીમ ઈન્ડિયા વધુ એક ઘરેલૂ સિરીઝ માટે તૈયાર છે. હવે ટીમ ઈન્ડિયાએ વિન્ડીઝનો સામનો કરવાનો છે. વેસ્ટ ઈન્ડિઝના ભારત પ્રવાસની શરૂઆત 6 ડિસેમ્બરથી થશે. ગુરૂવારે કોલકત્તામાં ભારતીય પસંદગી સમિતિએ ત્રણ મેચોની ટી20 અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. 

ટી20 માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, વોશિંગટન સુંદર, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર. 

વનડેઃ ટીમ ઈન્ડિયા
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કેદાર જાધવ, રવીન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર. 

— BCCI (@BCCI) November 21, 2019

6 ડિસેમ્બરથી રમાશે સિરીઝ
વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝ 6 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી રમાશે. ત્યારબાદ બંન્ને ટીમો 15 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ત્રણ મેચોની વનડે સિરીઝ રમશે. 

આ છે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ સિરીઝનો કાર્યક્રમ

6 ડિસેમ્બર 2019 - પ્રથમ ટી20, મુંબઇ

8 ડિસેમ્બર 2019 - બીજી ટી20, તિરુવનંતપુરમ

11 ડિસેમ્બર 2019 - ત્રીજી ટી20, હૈદરાબાદ

15 ડિસેમ્બર 2019 - પ્રથમ વનડે, ચેન્નાઈ

18 ડિસેમ્બર 2019 - બીજી વનડે, વિશાખાપટ્ટનમ

22 ડિસેમ્બર 2019 - ત્રીજી વનડે, કટક

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news