IND vs ZIM: ઝિમ્બાબ્વે વિરૂદ્ધ ત્રણેય મેચોની વનડે સીરીઝના પહેલાં મુકાબલામાં ભારતે ટોસ જીતીને પહેલાં બોલીંગ છે. કેએલ રાહુલનું કહેવું છે કે આ વિકેટ પર પહેલાં બોલીંગ કરવું સારું રહેશે. પ્રયત્ન રહેશે કે પહેલાં કલાકનો સારો ઉપયોગ કરી શકાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેએલ રાહુલે કહ્યું કે અમે બોલીંગ કરીશું. વિકેટ સારી મળી રહી છે. પીચ પર થોડો ભેજ છે. પહેલાં બોલીંગ કરવાનું અને શરૂઆતી એક કલાકનો ઉપયોગ કરવાની સારી તક મળી છે. આશા છે કે અમે સારું કરીશું. 'ઝિમ્બાબ્વેના કેપ્ટ રેગિંસ ચકબાવાએ કહ્યું કે 'અમે પણ ટોસ જીતીને પહેલાં બોલીંગ જ પસંદ કરતાં.  જોકે આ વિકેટ સારી જોવા મળી રહી છે અને આખો દિવસ આવો જ રહી શકે છે. 


ટીમ ઇન્ડીયાના કેપ્ટન કેએલ રાહુલ પહેલી વનડેમાં નંબર ચાર પર બેટીંગ કરશે. શિખર ધવન સાથે શુભમન ગિલને ઓપનિંગની જવાબદારી મળે છે. વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ રમાયેલી વનડે સીરીઝમાં ઓપનર શુભમન ગિલે સારું પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ ઇશાન કિશનને નંબર ત્રણ પર રમવાની તક આપવામાં આવી છે. સંજૂ સૈમસન ફિનિશનરની ભૂમિકામાં હશે.