IND vs ENG: ભારતે બે દિવસમાં જીતી મેચ, જાણો અત્યાર સુધી ટેસ્ટ ઈતિહાસમાં કેટલીવાર આમ થયું
ભારતે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કરતા પિંક બોલ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે પરાજય આપી શાનદાર વિજય મેળવ્યો છે.
નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે અમદાવાદમાં રમાયેલી ટેસ્ટ મેચ ઈતિહાસના પાનામાં સામેલ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાએ માત્ર બે દિવસની અંદર ઈંગ્લેન્ડની ટીમને ઢેર કરી અને મુકાબલામાં દમદાર જીત હાસિલ કરી છે. 5 દિવસની ટેસ્ટ મેચ માત્ર બે દિવસમાં સમાપ્ત થાય તે ક્યારેક જ જોવા મળે છે. ભારતે આ પહેલા 2018માં અફઘાનિસ્તાન વિરુદ્ધ આવી જીત મેળવી હતી.
ભારતે અમદાવાદમાં અક્ષર પટેલ (Axar Patel) અને આર અશ્વિનની શાનદાર બોલિંગની મદદથી ઈંગ્લિશ ટીમને ઘૂંટણિયે ટેકવા મજબૂર કરી હતી. પ્રથમ ઈનિંગમાં અક્ષર પટેલે 6 અને અશ્વિને 3 વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 112 રનમાં આઉટ થઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં અક્ષરે પાંચ તો અશ્વિને ચાર બેટ્સમેનોને આઉટ કર્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ માત્ર 81 રનમાં આઉટ થઈ અને ભારતને 49 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
આ પણ વાંચોઃ IND vs ENG: સ્પિનર સામે ઈંગ્લેન્ડ ઘૂંટણિયે, અમદાવાદમાં ભારતનો 10 વિકેટે ભવ્ય વિજય
બે દિવસમાં મેચ થઈ સમાપ્ત
અમદાવાદ ટેસ્ટ ઈતિહાસનો 22મો આવો મુકાબલો છે જે માત્ર 2 દિવસમાં સમાપ્ત થયો. છેલ્લે ભારતે અફઘાનિસ્તાન સામે 2018માં બેંગલોરમાં બે દિવસમાં ટેસ્ટ મેચ જીતી હતી. સૌથી પહેલા ઓગસ્ટ 1882મા ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બે દિવસમાં મેચ જીતી હતી. ત્યારબાદ 1988મા ત્રણ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને બે દિવસમાં ઘૂટણિંયે ટેકાવી દીધુ હતું.
આ પણ વાંચોઃ Ind vs Eng: અક્ષર પટેલે ટેસ્ટ ક્રિકેટમાં બનાવ્યો ખાસ રેકોર્ડ, આ કરનાર ભારતનો બીજો સ્પિનર
1889 સાઉથ આફ્રિકાની ટીમે ઈંગ્લેન્ડને બે દિવસની અંદર હરાવ્યુ હતું. ત્યારબાદ 1890 બાદ ઈંગ્લેન્ડે ઓવલમાં ઓસ્ટ્રેલિયાને ફરી બે દિવસમાં પરાજય આપ્યો. તો 1896મા સાઉથ આફ્રિકાનો પ્રવાસ કરનારી ઈંગ્લેન્ડની ટીમને બે મેચમાં બે દિવસમાં હાર મળી હતી. વર્ષ 1912મા 2 વખત મેચ બે દિવસમાં પૂરી થઈ. 1991થી 2020 વચ્ચે 10 ટેસ્ટ મેચનું પરિણામ બે દિવસમાં આવી ગયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube