નવી દિલ્હીઃ ભારતીય ટીમે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship)ની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ સિરીઝની બંન્ને મેચ જીતીને ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ભારતની પાસે 120 પોઈન્ટ થઈ ગયા છે અને તે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને પછાડીને પ્રથમ સ્થાન પર આવી ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસી દ્વારા શરૂ કરવામાં આવેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતે શાનદાર પ્રારંભ કર્યો છે. કુલ 9 દેશોની વચ્ચે રમાઇ રહેલી આ ચેમ્પિયનશિપમાં હજુ ભારતને પોતાનું પ્રથમ સ્થાન મજબૂત કરવા ઘણી તક મળશે. તો આ રેસમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમ શરૂઆતી મુકાબલા બાદ ચોથા અને પાંચમાં સ્થાન પર છે. 


ટેસ્ટ ચેમ્પિયનશિપનું પોઈન્ટ ટેબલ
9 ટીમોની આ ચેમ્પિયનશિપમાં ભારતે અત્યાર સુધી કુલ બે મેચ રમી છે અને બંન્નેમાં જીત મેળવીને 120 પોઈન્ટ હાસિલ કર્યાં છે. બીજા નંબર પર 60 પોઈન્ટ લઈને ન્યૂઝીલેન્ડની ટીમ છે જ્યારે આટલા પોઈન્ટ સાથે શ્રીલંકા ત્રીજા સ્થાને છે. 

ICC ટેસ્ટ રેન્કિંગઃ વિરાટ કોહલીને પછાડી નંબર-1 બેટ્સમેન બન્યો સ્ટીવ સ્મિથ 


એશિઝ સિરીઝમાં હજુ બે મુકાબલા બાકી છે અને પ્રથમ ત્રણ મેચ બાદ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની પાસે 32 પોઈન્ટ છે. બંન્ને વચ્ચે એશિઝ સિરીઝનો બીજો મુકાબલો ડ્રો રહ્યો હતો. પોઈન્ટ ટેબલ પર ઓસ્ટ્રેલિયા ચોથા અને ઈંગ્લેન્ડ પાંચમાં સ્થાને છે. ભારત સામે હાર બાદ વિન્ડીઝ નંબર છ પર છે. 


સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને પાકિસ્તાને હજુ સુધી કોઈ મેચ રમી નથી. 

માત્ર 12 ટેસ્ટ મેચ રમી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચ્યો જસપ્રીત બુમરાહ 


સાઉથ આફ્રિકાની સાથે ભારતનો મુકાબલો
ભારતે ઓક્ટોબરમાં ચેમ્પિયનશિપ હેઠળ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચ રમવાની છે. તો ત્યારબાદ ભારતે બાંગ્લાદેશ સામે નવેમ્બરમાં બે ટેસ્ટ મેચોની સિરીઝ રમશે. ભારતે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરવાનો છે, જ્યાં તેણે બે ટેસ્ટ મેચ રમવાની છે.